નવી દિલ્હીઃ અયોધ્યામાં બનીને તૈયાર થયેલા ભવ્ય મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ ફેલાયો છે. બીજી તરફ રામજી મંદિરને લઈને રાજકારણ પણ ગરમાયું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંફ્રોન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શુભકામનાઓ પાઠવી છે. તેમજ કહ્યું કે, રામજી માત્ર હિન્દુઓ નહીં પરંતુ સમગ્ર વિશ્વના છે. તેમણે ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.
ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામજીનું મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લી રહ્યું છે. જે લોકોના પ્રયાસોથી આ ભવ્ય મંદિર બન્યું છે હું તેમને શુભકામનાઓ પાઠવું છું. ભગવાન શ્રી રામ માત્ર હિન્દુઓના રામ નથી પરંતુ સમગ્ર વિશ્વના છે. તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન શ્રી રામજીએ ભાઈચારાનો સંદેશ આપ્યો છે. તેમણે પ્રેમ અને એકબીજાની મદદની વાત કરી છે. ભગવાન શ્રીરામજીએ કોઈને પાડવાની વાત નથી કરી. ભગવાન શ્રી રામજીએ યુનિવર્સલ મેસેજ આપ્યો છે. ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તો એ ભાઈચારાને બનાવી રાખવાની જરુર છે જે ધીમે ધીમે આપણા દેશમાંથી ગાયબ થઈ ગયો છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પીએમ મોદી, વિપક્ષી નેતા સોનિયા ગાંધી સહિતના રાજકીય આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના અન્ય મહાનુભાવોને પણ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને લઈને નિમત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે, મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરીમાં વિપક્ષી પાર્ટીઓમાં અસમંજસની સ્થિતિમાં મુકાયાં છે. પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવુ કે કેમ તેને લઈને અવઢવની સ્થિતિમાં મુકાયાં છે, કારણ કે, મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ મુસ્લિમ તુસ્ટીકરણની રાજનીતિ કરી છે. જો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે તો મુસ્લિમ મતદારો નારાજ થશે તેવી ચિંતામાં મુકાયાં છે.