1. Home
  2. ગુજરાતી
  3. ભગવાન શ્રી રામ ભારતનો વિચાર, ચેતના, ચિંતન, પ્રતિષ્ઠા અને વિશ્વ છેઃ પીએમ મોદી
ભગવાન શ્રી રામ ભારતનો વિચાર, ચેતના, ચિંતન, પ્રતિષ્ઠા અને વિશ્વ છેઃ પીએમ મોદી

ભગવાન શ્રી રામ ભારતનો વિચાર, ચેતના, ચિંતન, પ્રતિષ્ઠા અને વિશ્વ છેઃ પીએમ મોદી

0
Social Share

અયોધ્યાઃ ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પીએમ મોદીએ કહ્યું કે, આજે અમારા રામ આવી ગયા છે. વર્ષોની પ્રતિક્ષા બાદ આપણા રામ આવ્યાં છે. સદીની ત્યાગ અને તપસ્યા બાદ આપણા પ્રભુ શ્રી રામ આવી ગયા છે. આ શુભસમયથી દેશવાસીઓને શુભકામનાઓ. હું ગર્ભગ્રુપમાં ઈશ્વરીય ચેતનાનો સાક્ષી બનીને આવ્યો છે. ઘણુ બધુ કહેવું છે પરંતુ બોલી શકતો નથી, ચીત હજુ પણ તે જ સમયમાં લીન છે. આપણા રામલલા ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલા હવે દિવ્ય મંદિરમાં રહેશે. મને વિશ્વાસ છે કે, જે ઘટીત થયું છે તેની અનુભવી દેશ અને દુનિયાભારના રામભક્તોને થઈ રહી છે. આ ક્ષણ પવિત્ર છે. આ સમય પ્રભુ શ્રી રામનો આર્શિવાદ છે. 22 જાન્યુઆરી 2024નો સુરજ અદભુત આભા લઈને આવ્યો છે. આ એક તારીખ નથી પરંતુ નવા કાળચક્રનો ઉદગમ છે. રામ મંદિરના ભૂમિપૂજન બાદ દરરોજ સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહ વધતો હતો. નિર્માણ કાર્ય જોઈને દેશવાસીઓમાં નવો વિશ્વાસ ઉભો થતો હતો. આજે આપણને વર્ષોની એ ધેર્યનું એ ધરોહર મળી છે. આજે આપણને રામ મંદિર મળ્યું છે. આજથી હજારો વર્ષો પછી પણ આજની તારીખ અને આજના સમયની ચર્ચા કરશે. આ કેટલી મોટી રામકૃપા છે કે, આ પલને જીવી રહ્યાં છે અને તેને જોઈ શકીએ છીએ. દિલ-દિશા તમામ દિવ્યતાથી પરિપૂર્ણ છે. આ સમય સામાન્ય સમય નથી, આ કાળના ચક્ર ઉપર સર્વકાલિક શાહીથી લખાતી અમિટ રેખા છે. આપણે તમામ જાણીએ છીએ છે કે, જ્યાં રામનું કામ થાય છે ત્યા પવન પુત્ર હનુમાનજી બિરાજમાન થાય છે. માતા જાનકી, લક્ષ્મણજી, ભરતજી, શત્રુજી, સમગ્ર અયોધ્યા, સરયૂ, અહીં ઉપસ્થિત તમામને નમન કરું છું. હું આજે પ્રભુ શ્રી રામ પાસે ક્ષમા માંગુ છું. અમારા પુરુષાર્થ, ત્યાગ, તપસ્યામાં કોઈ ખામી રહી કે આટલા વર્ષો સુધી આ કાર્ય કરી ના શક્યા. આજે આ ખામી દુર થઈ છે. મને વિશ્વાસ છે કે, પ્રભુ શ્રી રામ આપને માફી આપશે. ત્રેતામાં રામજીના આગમન ઉપર તુલસીદાસજીએ લખ્યું છે કે, પ્રભુનું આગમન જોઈને ઓયોધ્યાવાસીઓમાં ખુશી ફેલાઈ હતી. લાંબા વિયોગથી આવેલી આપતિનો અંત આવ્યો હતો. તે વખતે વિયોગ 14 વર્ષનો હતો, જે અસહ્ય હતો. આ ખંડમાં અયોધ્યાવાસીઓએ અનેક વર્ષોનો વિયોગ સહન કર્યો છે. સંવિધાનના પ્રથમ પ્રતિમાં ભગવાન શ્રી રામજી બિરામાન છે. તેમ છતા કાનૂની લડાઈ લડવી પડી હતી. ન્યાયપાલિકાએ ન્યાયની લાજ રાખી હતી. ન્યાયના પર્યાય પ્રભુ શ્રી રામજીનું મંદિર ન્યાયના આધારે બન્યો છે. સમગ્ર દેશમાં ઠેર-ઠેર કિર્તન થઈ રહ્યાં છે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. સમગ્ર દેશમાં દિવાળી ઉજવવામાં આવી રહ્યાં છે, સાંજે રામજ્યોતિ પ્રગટાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું ગઈકાલે ધનુષ કોડી હતો. જ્યાં મે પુષ્પ વંદના કરી હતી. જ્યાં મારામાં વિશ્વાસ જાગ્યો હતો કે તે સમયે જે રીતે કાળચક્ર બદલાયો હતો, તેવી રીતે હવે કાળચક્ર બદલાશે. 11 દિવસના અનુષ્ઠાન દરમિયાન પ્રભુ શ્રી રામજીના ચરણ પડ્યાં હતા. ત્યાં તેમના દર્શન કર્યાં હતા. આમ મને સાગરથી સરયુ સુધી યાત્રાનો સમય મળ્યો હતો. સમગ્ર જગ્યાએ રામના નામનો ઉત્સવ ફેલાયો છે. રામ ભારતવાસીઓના મનમાં બિરાજમાન છે. દેશના વિવિધ ખુણામાં રામાયણ સાંભળવાનો અવસર મળ્યો છે. વિવિધ ભાષામાં 11 દિવસમાં રામાયણ સાંભળવા મળી હતી. રામ લોકોની સ્મૃતિઓમાં પર્વથી લઈને પરંપરામાં સમાયેલા છે. દરેક યુગમાં લોકોએ પોત પોતાના સબ્દોમાં રામને અભિવ્યક્ત કર્યાં છે. આ રામરસ જીવન પ્રવાહની જેમ વહેતો રહે છે. પ્રાચીનકાળથી લોકો રામરસનું આચરણ કરે છે. રામના આદર્શ, મૂલ્ય, શિક્ષા તમામ જગ્યાએ એક સમાન છે. આ ઐતિહાસિક સમયમાં એ વ્યક્તિઓને યાદ કરી રહ્યું છે તેમના કાર્યકરો અને સમર્પણને કારણે આ શુભપ્રસંગ જોઈ રહ્યાં છે. હાલનો આ ક્ષણ વિજયની સાથે વિનયનો પણ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ઈતિહાસની આ ગાંઠને જેટલી ગંભીરતા અને ભાવુકતાથી ખોલી છે જેનાથી લાગે છે આપણું ભવિષ્ય સુંદર દેખાય છે. એ વખતે કેટલાક લોકો કહેતા હતા કે, રામ મંદિર બનશે તો આગ લાગશે. આ નિર્માણ આજને નહીં ઉત્સાહને જન્મ આપી રહ્યું છે. રામ મંદિર સમાજના દરેક વર્ગને આગળ વધવાની પ્રેરણા લઈને આવ્યું છે. રામ આગ નથી પરંતુ રામ ઉર્જા છે. રામ વિવાદ નહીં પરંતુ સંવાદ છે. રામ માત્ર અમારા નથી, રામ તમામને છે. રામ વર્તમાન નહીં રામ અનંતકાળ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ માનવીય મૂલ્યો અને સર્વોચ્ચ આદર્શની પ્રાણ પ્રતિષ્ઠા છે. જેની તમામ વિશ્વને આજે જરુર છે. આ મંદિર માત્ર દેવ મંદિર નથી, ભારતની દ્રષ્ટીનું, દર્શનનું મંદિર છે. રામ ભારતની આસ્થા છે. રામ ભારતનું આધાર છે. રામ ભારતનું વિચાર, ચેતના, ચિંતન, પ્રતિષ્ઠા, પ્રતાપ, પ્રવાહ, પ્રભાવ, નેકી, નીતિ, નિત્યતા, નિરંતા, વ્યાવક છે રામ વિશ્વ છે. આમનો પ્રભાવ વર્ષો માટે નહીં પરંતુ હજારો વર્ષો માટે રહે છે. ત્રેતામાં રામ આવ્યા ત્યારે હજારો વર્ષો માટે રામ રાજ્યની સ્થાપના થઈ હતી. આજે અયોધ્યા ભૂમિ તમામ ભારતીયોને કેટલાક સવાલો કરી રહી છે. રામજીનું મંદિરનું નિર્માણ થઈ ગયું હવે આગળ શું ? આજે હું પવિત્રમનથી મહેસુસ કરી રહ્યો છે કે, કાળચક્ર બદલાઈ રહ્યો છે, હજારો બાદની પેઢી આપણા કાર્યને યાદ રાખશે. આપણે આજથી હાલથી જ આગામી 1000 વર્ષના ભારતનો યાયો નાખવો છે. હવે તમામ દેશવાસીઓ સદા સક્ષમ, દિવ્ય ભારતના નિર્માણની સોંગદ લઈ રહ્યાં છીએ. રામના વિચાર માનસની સાથે જનમાનસ સુધી હોય તે જ રાષ્ટ્ર નિર્માણની સીડી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code