વારાણસીઃ ધર્મનગરી કાશીમાં તૈયાર કળશમાં સરયૂના જળથી ભક્તો રામલલાનો અભિષેક કરશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા વારાણસીમાં એક લાખથી વધારે તાંબા, પિત્તળ અને પિત્તળના કળશ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અયાધ્યા માટે 5 લાખ કળશના ઓર્ડર કાશીના વેપારીઓને મળ્યા છે. ચોકમાં કસેરા પરિવાર 15 જાન્યુઆરી પહેલા આ કળશને તૈયાર કરશે અને અયોધ્યા મોકલશે.
અયોધ્યાના શ્રીરામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે કાશીથી બનારસી વસ્ત્ર, પૂજા થાળ અને અન્ય જીઆઈ ઉત્પાદન જવાના શરૂ થઈ ગયા છે. લાકડીના શ્રીરામ દરબાર અને બનારસી દુપટ્ટા, રામનામી, સ્ટોન ક્રાફ્ટ જરી વર્ક, જરદોજી, વોલ હૈંગિંગ સહિત અન્ય ઉત્પાદનો મોટી સંખ્યામાં અયોધ્યા લાવવામાં આવી રહી છે. કારોબારીઓના મતે જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં કાશી-અયાધ્યા વચ્ચે લાગભગ બે હજાર કરોડનો કારોબાર થવાનો છે.
જીઆઈ નિષ્ણાંત ડો. રજવાકાંતે જણાવ્યું હતુ કે ઉત્તરપ્રદેશમાં જીઆઈ ઉત્પાદનોની સૌથી મોટી શ્રેણી કાશીમાં છે. હેડીક્રાફ્ટ અને હેડલૂમ ઉત્પાદનોમાં કાશી કરતા વધુ સારી રીતે બીજે ક્યાય બનાવવામાં આવતી નથી. અયોધ્યામાં સૌથી વધારે જીઆઈ ઉત્પાદન કાશીમાં વેચાઈ રહી છે. કાશીમાં તૈયાર પિત્તળની ઘંટડી, હાથની ઘંટડી, પૂજા થાળી, લોટા, સિંહાસન, કળસ, છત્ર, ચંવર, પૂજા ડોલચી, દીપાન, લાકડાના રામ દરબાર, વોલ હેંગિંગમાં અયોધ્યા રામ મંદિર, સ્ટોન ક્રાફ્ટ જળી વર્ક, બનારસી દુપટ્ટા, બનારસી સાડીઓ સહિત અન્ય ઉત્પાદનોના ઓર્ડર મળ્યા હતા જે પૂરા થઈ ગયા છે અને તેને મોકલવામાં આવી રહ્યા છે. કાશીના ઉત્પાદનોના સૌથી વધારે ઓર્ડર અયોધ્યાથી મળી રહ્યા છે.