1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચિલોડા માર્કેટ યાર્ડમાં રેશનિંગના અનાજનો જથ્થો પકડાયો, પોલીસે 5ની ધરપકડ કરી

ચિલોડા માર્કેટ યાર્ડમાં રેશનિંગના અનાજનો જથ્થો પકડાયો, પોલીસે 5ની ધરપકડ કરી

0
Social Share

ગાંધીનગરઃ  જિલ્લાના મોટા ચીલોડાની માર્કેટ યાર્ડમાં આવેલી એક શોપમાં પોલીસે રેડ પાડીને રેશનિંગના અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે ઘઉં-ચોખાના 580 કટ્ટા સીઝ કરીને પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ચિલોડા માર્કેટ યાર્ડમાં આવેલી એક દુકાનમાંથી સરકારી અનાજના જથ્થાનું બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ પકડાયુ છે. ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે માર્કેટ યાર્ડની એક દુકાનમાં દરોડો પાડીને કંટ્રોલના ઘઉં-ચોખાનાં 580 કટ્ટા સાથે પાંચ ઈસમોને ઝડપી પાડી કુલ રૂ. 5 લાખ 56 હજાર 800નો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી અન્વયે ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અંસારીએ સર્વેલન્સ સ્કવોર્ડની ટીમને પોલીસ મથક હદ વિસ્તારમાં અસરકાર કામગીરી કરવાની સૂચનાઓ આપી છે. જેનાં પગલે સર્વેલન્સ સ્કવોર્ડની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોટા ચિલોડા ખાતે અનાજ માર્કેટમાં આવેલી દુકાન નંબર 22 નો માલિક ઓમપ્રકાશ ફુફારામ સુજારામ કુમાવત (રહે.ચિલોડા અનાજ માર્કેટ દુકાન નંબર 24) પોતાની દુકાન ઉપર કેટલાક માણસો રાખી રાહતદરનું સરકારી અનાજ ( રેશનિંગનુ અનાજ) મંગાવીને તે અનાજને તેના ગોડાઉનમાં માર્કાવગરની કોથળીઓમાં ભરીને તેને ઉંચા ભાવે વેચવાનો વેપલો કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતાં ઉક્ત દુકાનમાંથી ચોખાના 400 કટ્ટા અને ઘઉંના 180 કટ્ટા મળીને કુલ 540 કટ્ટા સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં પોલીસે દુકાન માલિક ઓમપ્રકાશ કુમાવત, પ્રકાશ શંકરભાઇ કનીયાવ(રહે.સાબલા તા.સાબલા જી.ડુંગરપુર રાજસ્થાન), મીઠીયો કાલુ કનીયાવ(રહે.નીઠાવાગામડી તા.સાબલ જી.ડુંગરપુર) પપ્પુ નાનુભાઇ કનીયાવ(રહે.નીઠાવાગામડી તા.સાબલ જી.ડુંગરપુર) અને પંકજ સોદન્તભાઇ કનીયાવ(રહે.પાટીયા તા.પાદડી જી.ડુંગરપુર)ની ધરપકડ કરી હતી.
આ અંગે ચીલોડા પીઆઈએ જણાવ્યું હતું કે, સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. પકડાયેલ દુકાન માલિક અને આરોપીઓની પૂછતાંછમાં અનાજના બીલ કે પાવતી નહીં હોવાનું સામે આવ્યું હતું. તેમજ અનાજના જથ્થાની હેરફેર માટે પાંચ મોટર સાયકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેને પણ જપ્ત કરાયા છે.(file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code