વડોદરામાં લવજેહાદઃ મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને ફસાવી પ્રેમજાળમાં
અમદાવાદઃ વડોદરામાં મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટનામાં પોલીસને કેટલાક મહત્વાના પુરાવા મળ્યાં છે. આરોપીએ યુવતીનો એક હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો. તેના પુરાવા પોલીસને મળ્યાં છે. આ ઉપરાંત હિન્દુ યુવતીને મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરાવનારા મૌલવીને પોલીસે સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદા હેઠળ વડોદરામાં લવ જેહાદનો પ્રથમ ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આરોપી સમીર કુરેશીએ રેસકોર્સની હોસ્પિટલમાં પીડિતાનો ગર્ભપાત કરાવ્યો હતો અને આરોપી સમીર કુરેશીએ હોસ્પિટલમાં ભોગ બનનાર યુવતીના પતિ તરીકે ફોર્મ ભર્યું હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે હોસ્પિટલમાંથી જરૂરી પુરાવા એકત્ર કર્યાં છે. આ ઉપરાંત સમીર કુરેશી અને પીડિતાના નિકાહ કરાવનાર કાઝીને પણ સમન્સ મોકલાવ્યું છે.
આરોપી સમીર કુરેશીએ સોશિયલ મીડિયા મારફતે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ પોતાની ઓળખ છુપાવીને યુવતીને પોતાનું નામ માર્ટીન સેમ જણાવ્યું હતું. આ ઉપરાંત યુવતીનું શારિરીક શોષણ કર્યાં બાદ લગ્ન માટે દબાણ કર્યું હતું. લગ્ન બાદ આરોપી પીડિતાને હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબામ કરતો હતો. દરમિયાન આરોપીની સમગ્ર હકીકત સામે આવતા પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.