હાલ વરસાદની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં જ્યારે પલળીને ઘરે આવીએ છીએ ત્યારે શરીરમાં ખંજવાળનો સામનો કરવો પડે છે,દરેક લોકોને નહી પરંતુ કેટલાક લોકોને ભીના કપડામાં વધુ સમય રહેવાથઈ ખંજવાળ આવવાની સમસ્યા સર્જાય છે આવી સ્થિતિમાં આપણે કેટલાક ઘરેલું નુસ્ખાઓ જોઈશું જેનાથી તમને રાહત મળશે,
- લીમડો ઔષધિ ગુણોથી ભરુપર છે, જો તમને ખૂબ ખંજવાળ આવતી હોય તેવી જગ્યા એ લીમડાનું તકેલ લગાવવામાં આવે તો ખંજવાળ મટી શકે છે, સાથે જ લાલા ચાંઠા પડવાથી તમે બચી શકો છો. કારણ કે લીમડામાં એન્ટિ-બેક્ટેરિયલ તત્વો જોવા મળે છે અને આ કારણોસર તેને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે એક સંપૂર્ણ દવા માનવામાં આવે છે.
- આ સાથે જ જો તમારા પાસે લીમડાનું તેલ નથી તો તમે તેના પાનનો ઉપયોગ કરી શકો છો,એક તપેલું ગરમ પાણી કરવા રાકો તેમાં ઘણા બદા લીમાના પાન પણ નાખી દો ત્યાર બાદ આ પાણીથી ન્હાઈ લો આમ કરવાથી ખંજવાળ ચોક્કસ દૂર થશે.
- આ સાથે જ તુલસીના પાનને પીસીને તેનો રસ પણ તમે ખંજવાળ વાળી જગ્યાએ લગાવી શકો છો તેનાથી ઈન્ફેક્શન થતા અટકશે સાથે જ ખંજવાળમાં તાત્કાલિક રાહત મળશે.
- તુલસીના પાંદડામાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ખંજવાળને દૂર કરવામાં મદદગાર છે. શરીરમાં ખંજવાળ આવે છે ત્યાં તુલસીના પાને ધોઈને ઘસી પણ શકો છો.
- આ સાથે જ તુલસીના પાન ધોઈ અને તેની પેસ્ટ બનાવો અને તેને ફ્રિજમાં રાખો. જરૂર પડે ત્યારે તે પેસ્ટને ખંજવાળ લાળઈ જગ્યાઓ પર લગાવો ઠંડક અને ખંજવાળથી છૂકારો મળશે.
- આ સાથે જ લીબું થી પણ ખંજવાળ દૂર કરી શકોય છે. કોટનની મદદથી લીંબુના રસને ખંજવાળની જગ્યા પર લગાવો અને થોડા સમય માટે છોડી દો. ખંજવાળ અને બર્નિંગમાં રાહત મળશે.