- ઘરે બનાવેલા રંગોથી સ્કિનને નથી થતું નુકશાન
- આ હોળી મનાવો નેચરલ રંગોથી
હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આ તહેવાર રંગોનો તહેવાર છે, હોળી પ્રગટાવ્યાના બીજા દિવસે અનેક લોકો એકબીજાને રંગો લગાવીને ખુશીનો પ્રવ મનાવે છે, જો કે રંગોથી સ્કિનને એલર્જી થાય છે પણ જો બહારના રંગને અવોઈડ કરીને તમે ઘરે જ નેચરલ રંગો બનાવો છો તો તમારી હોળીની મજા બમણી થશે સાથે જ તમારી સ્કિનને એલર્જીથી અટકાવી શકો છો.
લીલો રંગ
આ રંગ બનાવવા માટે મેંદીને લોટમાં ભેળવીને લીલા રંગનો ગુલાલ બનાવી શકાય છે. આ સિવાય લીમડા કે પાલકના પાનને સુકવીને પણ ઉપયોગ કરી શકે છે. આ પાંદડાને પાણીમાં પલાળીને પણ રંગો બનાવી શકાય છે.
ગુલાબી રંગ
આછો અથવા ઘેરો ગુલાબી રંગ બનાવવા માટે બીટરૂટનો ઉપયોગ કરો. બીટરૂટ લો અને તેને પીસી લો. આ પલ્પને ચોખા કે ઘઉંના લોટમાં મિક્સ કરીને સૂકવી લો, ગુલાલ થઈ જશે. આ સિવાય બીટરૂટને ઉકાળીને તેના પાણીનો ઉપયોગ હોળીમાં રંગો સાથે રમવા માટે પણ કરી શકાય છે.
લાલ રંગ
લાલ રંગનો ગુલાલ બનાવવા માટે તમે જાસુદ અથવા રેડ રોઝ ફૂલોનો ઉપયોગ કરી શકો છો. આ માટે ફૂલ જરૂર મુજબ લો અને તેને સૂકવી લો. આ પછી આ ફૂલોને પીસી લો. તમારો ગુલાલ તૈયાર થઈ જશે.
બીજી રીત જોઈએ તો દાડમની છાલને ઉકાળીને ભીનું રંગીન પાણી બનાવો. જો દાડમની છાલમાંથી લાલ રંગ નીકળે છે તો આ પાણીમાં ઠંડુ પાણી ભેળવીને ઘણાં રંગબેરંગી પાણી બનાવી શકાય છે.
પીળો રંગ
પીળો રંગ માટે હરદળ બેસ્ટ ઓપ્શન છે, હરદળથી તમારી સ્કિન પર ગ્લો આવે છે અને તમારી હોળી રમવાની ઈચ્છા પણ પુરી થાય છે
બીજી રીતચની વાત કરીએ તો પીળો હર્બલ કલર બનાવવા માટે ચણાના લોટમાં હળદર મિક્સ કરો. ચણાના લોટની માત્રા હળદર કરતા બમણી રાખો.જેનાથઈ યલો રંગ તૈયાર થઈ જશે.
આ સાથે જ તમે મેરીગોલ્ડના ફૂલોને સૂકવીને પીસીને પણ પીળો રંગ તૈયાર કરી શકો છો.આ માટે પીળા ગલગોટાની જરુર પડશે.