વિદેશમાં ફરવાનો શોખ તો ભારતીયોને એટલો બધો હોય છે કે જેની વાત ન પુછી શકાય, ભારતમાં લોકો વિદેશ ફરવા માટે તો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખતા હોય છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે લોકોને વિદેશમાં ફરવાનો શોખ હોય છે પણ બજેટને ધ્યાનમાં રાખીને તેઓ બહાર ફરી શકતા નથી, તો આ લોકોએ હવે ચીંતા કરવાની જરૂર નથી કારણ કે આ દેશોમાં ફરવા માટે બસ સામાન્ય ખર્ચ જ થાય છે.
જો વિયેતનામની વાત કરીએ તો ફ્લાઇટ ટિકિટ 17થી 18 હજાર રૂપિયામાં મળી જાય છે. સૌથી પહેલા પ્લાન કરો કે તમે કયા મહિનામાં જવા માંગો છો. આની મદદથી તમે શ્રેષ્ઠ કિંમતે ટિકિટ બુક કરી શકશો. 2થી 3 મહિના અગાઉ ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરો જેનાથી તમને ટિકિટ સસ્તી પડશે.
વિયેતનામ તેના સ્ટ્રીટ ફૂડ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તમે અહીં અનેક સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકશો. તમે નૂડલ સૂપ, બાન ચા, ખોઈ તાઈ કરી, Ca Saut અને Ca Chien જેવી વાનગીઓનો આનંદ લઈ શકો છો.
અહી ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો છે જ્યાં તમે ફરવા જઈ શકો છો. આમાં હનોઈ, હેલોંગ ખાડી, હો ચી મિન્હ, હોઈ એન, સા પા અને મેકોંગ ડેલ્ટા જેવા સ્થળોનો સમાવેશ થાય છે.