Site icon Revoi.in

ભારતમાં ચોથી લહેરની શક્યતા ખૂબ ઓછી: એક્સપર્ટ

Social Share

દિલ્હી: કોરોનાવાયરસના કેસ અત્યારે વિશ્વના કેટલાક દેશોમાં ફરીવાર વધી રહ્યા છે, ખાસ કરીને એશિયાના દેશોમાં આ આંકડો વધતો જોવા મળી રહ્યો છે. આવામાં ભારતમાં કોરોનાવાયરસની ચોથી લહેર આવવવાની સંભાવના પર એક્સપર્ટ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

જાણકારો દ્વારા કહેવામાં આવ્યું કે ભલે વિશ્વના દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા હોય પરંતુ ભારતમાં ચોથી લહેર આવવાની શક્યતા ખૂબ ઓછી છે કારણ કે ભારતમાં સીરો સરવેના પરિણામ કહે છે કે, દેશની 90% વસતી સંક્રમિત થઈ ચૂકી છે. એટલે કે તેમનામાં એન્ટિબોડી છે. સંક્રમિત થયાના છથી 12 મહિનામાં ફરી સંક્રમણની શક્યતા ખૂબ ઘટી જાય છે.

બીજું મહત્ત્વનું બેરિયર છે રસીકરણ. ભારતમાં 18 વર્ષથી વધુની 95% વસતિને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. એટલે ખતરો ઓછો છે. દ.કોરિયા, ચીન, હોંગકોંગ વગેરે દેશોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ છે. ભારતમાં પણ ત્રીજી લહેર એને કારણે જ આવી હતી. પરંતુ અહીં નોંધવા જેવું છે કે દ. કોરિયા અને ચીન જેવા દેશોની મોટા ભાગની વસતિને કોરોના સંક્રમણ નહોતું થયું, જ્યારે ભારતમાં મોટા ભાગના સંક્રમિત થઈ ચૂક્યા છે, એટલે ત્યાં દર્દી વધે છે અને અહીં નથી વધતા.

ઉલ્લેખનીય છે કે કોરોના હજુ ગયો નથી, પરંતુ એનો પ્રસાર ઘટી ગયો છે. દુનિયામાં કોઈ પણ ખૂણામાં વાઈરસ હોય તો તે ખતરો છે કારણ કે, વાઈરસ સતત મ્યૂટેટ થાય છે. મ્યૂટેશન હંમેશાં દર્દીના શરીરમાં થાય છે. જ્યાં સુધી વાઈરસને સંક્રમિત થવા નવા શરીર મળતા રહેશે, ત્યાં સુધી મ્યુટેશનનો ખતરો રહેશે. પરંતુ ભારતમાં તેવી શક્યતા પણ ઓછી છે.