- સુરતમાં ઠંડીનો માહોલ
- શહેરીજનોએ કોલ્ડવેવનો કર્યો અનુભવ
- માવઠા બાદ કાતિલ ઠંડીની અસર
સુરત: માવઠા બાદ કાતિલ ઠંડીની અસર જોવા મળી રહી છે સાથે રાજ્યમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે,રાજ્યમાં બે દિવસ હજુ સુધી ઠંડીમાં વધારો થઇ રહ્યો છે અને ઠંડો પવન પણ ફુંકાઈ રહ્યો છે. રાજ્યનું મહત્તમ તાપમાન નીચું હોવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડીનાં પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને ઠંડી સામે રક્ષણ મેળવવા લોકો તાપણું સળગાવીને ઠંડીથી રાહત મેળવે છે. જો કે ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ભારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિલ્લી સહિત ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી કરતા પણ વધારે નીચે જતા લોકોને હેરાનગતી પણ થઈ રહી છે. જેમ કે વધારે ઠંડીના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તથા દેશમાં ઠંડીનો વધી રહી છે પણ સાથે કોરોનાવાયરસના કેસ પણ વધી રહ્યા છે જે લોકોની તથા સરકારની ચિંતામાં સતત વધારો કરી રહ્યા છે. લોકો ઠંડીથી બચવા જે રીતે પગલા લે છે તે રીતે કોરોનાથી સંક્રમિત થતા બચવા માટે પણ પગલા લેવા જોઈએ