Site icon Revoi.in

જામનગર: વહેલી સવારે વિઝિબિલિટી ઓછી થતા લોકોને વાહન ચલાવવામાં પડી તકલીફ

Social Share

જામનગર: આમ તો હવે રાજ્યમાં ઠંડીનો માહોલ ઓછો થયો છે, લોકોને હવે બપોરે તથા સવારે ગરમીનો અહેસાસ થાય છે પણ આજે સવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારે વાતાવરણમાં ભેજ જોવા મળ્યો સાથે ઓછી વિઝિબિલિટી પણ જોવા મળી. જામનગરમાં પણ સવારે ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને થોડી તકલીફનો સામનો કરવો પડયો.

શહેરની અંદર ઠંડીનો ચમકારો આમ તો ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે.પરંતુ વહેલી સવારે જામનગર શહેરમાં ઝાકળ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું. જામનગરમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી.હાઇવે રોડ પર ગાઢ ધુમ્મસ છવાતાં વિઝીબિલીટી ઘટી હતી,જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી અને શહેરના માર્ગો પર વહેલી સવારે વાહનચાલકોને હેડલાઈટ ચાલુ કરીને માર્ગ પર નિકળવું પડ્યું હતું.

વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય સેવાઇ રહ્યો હતો.ખેડૂતોના ખેતરોમાં પણ ધુમ્મસની સફેદ ચાદર ફેલાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને લોકોએ ઠંડીના ચમકારાનો પણ અનુભવ કર્યો હતો.