કૉમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 91.5 રુપિયાનો ઘટાડો નોંધાયો,જાણો શું છે નવા ભાવ
- બજેટ પહેલા જ એલપીજી ગેસનો ભાવ ઘટ્યો
- કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાંમ રાહત
દિલ્લીઃ- 1 લી ફેબ્રુઆરી એટલે કે આજથી બેજટ રજુ થવા જઈ રહ્યું છે ત્યારે બજેટ હજુ રજુ થાય તે પહેલા જ માસાન્ય જનતાવે રહાત મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 91.5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જો કે,બીજી તરફ રાંધણ ગેસની કિંમતની સ્થિતિ તથાવત જાવા મળી છે.
ભારતીય ઑઈલ માર્કેટીંગ કંપનીઓએ ફેબ્રુઆરી મહિના માટે રાંધણ ગેસના ભાવ જાહેર કરી દીધા છે.આ ભાવ પ્રમાણે સબસિડી વિનાના સિલિન્ડરની કિંમતની સ્થિતિ યથાવત રખાઈ છે.જેમાં કોી પણ પ્રકારનો ફેરબદલ થયો નથી, દિલ્લીમાં રાંધણ ગેસની કિંમત કોઈ ફેરફાર વિના 899.5 રૂપિયા પર મળી રહી છે.
જો કે ઓઈલ કંપનીઓએ કૉમર્શિયલ ગેસની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ઈન્ડિયન ઑઈલએ 19 કિલોગ્રામ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવાં 91.5 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે ત્યારબાદ નવી દિલ્લીમાં 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડની કિંમત 1907 રૂપિયા થઈ ગઈ.ઉલ્લેખનીય છે કે આનાથી ઘણા લોકોને આર્થિક રીતે રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલસા જાન્યુઆરી, 2022 મહિનામાં પણ એલપીજી ગેસ સિલિન્ડની કિંમતમાં 102.50 રૂપિયોનો ઘટાડો કરાયો હતો ,ફેબ્રુઆરીના પહેલા દિવસે બજેટ રજૂ થતા પહેલા જ ગેસ સિલિન્ડની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે
બીજી તરફ 14 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડના ભાવની સ્થિતિપણ જેસે થે તેવી જોવા મળી છે અર્થાત તેમાં કોઈ ફેરફાર થયો નથી. મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થતા હોય છે.