- ગેસ સિલિન્ડરના ભાવ ઘટવાની આશા રહી નિષ્ફળ
- ગેસ સિલિન્ડરના ભાવમામ 100 રુપિયાનો વધારો
- મોંધવારીનો માર હવે ગેસની બોટલ પર
દિલ્હીઃ- દેશભરમાં અનેક ચીજ-વસ્તુઓના ભાવ સાતમા આસમાને જોવા મળી રહ્યા છે ત્યારે હવે નાગરિકોને મોંઘવારી બાબતે આજથી વધુ એક ઝટકો લાગ્યો છે. એલપીજીની કિંમત 1 ડિસેમ્બર 2021થી સસ્તિ થવાની આશા પર પાણી ફળી વળ્યું છે
1લી ડિસેમ્બર એટલે કે આજથી ગેસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થયું છે. લોકોને અપેક્ષા હતી કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલની જેમ ગેસના ભાવમાં પણ રાહત આપશે
જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે રાહતની વાત એ હતી કે આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ વધારો કર્યો છે. ગયા મહિને તે 266 રૂપિયા મોંઘો થયો હતો અને હવે તેમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જાણો દેશના મહાનગરોમાં કોર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવ
આજે પણ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 2100 રૂપિયાને પાર જોવા મળે છે. બે મહિના પહેલા તે 1733 રૂપિયા હતો. મુંબઈમાં 19 કિલોનો સિલિન્ડર 2051 રૂપિયાનો થઈ ગયો છે. તે જ સમયે, કોલકાતામાં 19 કિલોના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2174.50 રૂપિયા થઈ ગઈ છે. હવે ચેન્નાઈમાં 19 કિલોના સિલિન્ડર માટે 2234 રૂપિયા ખર્ચવા પડશે.
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ
જો ઘરેલુ એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળો ગેસ સિલિન્ડર માત્ર 899.50 રૂપિયામાં મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 6 ઓક્ટોબરે તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.