એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી 105 રુપિયાનો વધારો
- આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો
- 150 રુપિયાનો વધારો ઝિંકાયો
દિલ્હીઃ- દેશભરમાં મોંધવારી જોવા મળી રહી છે, પેટ્રોલ ડિઝલના ભાવ બાગ ગેસસિલિનિડરની કિમંતો પણ વધતી જઈ રહી છે ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે 1 માર્ચે એલપીજી સિલિન્ડરના નવા દરો જારી કરાયા છે
આજરોજથી ગેસ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે અને તે મોટા પ્રમાણમાં શક્ય છે કે 7 માર્ચ પછી ઘરેલુ એલપીજી સિલિન્ડર પણ મોંઘા થઈ શકે છે
ઉલ્લેખનીય છે કે 6 ઓક્ટોબર 2021 થી ઘરેલુ એલપીજી સિલિન્ડર ન તો સસ્તા થયા છે કે ન તો મોંઘા થયા છે. જો કે આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 102 ડોલરને પાર કરી ગયા છે.
આ સમાન સમયગાળા દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. ઓક્ટોબર 2021 થી 1 ફેબ્રુઆરી 2022 વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1736 રૂપિયા હતી. નવેમ્બરમાં તે 2000 અને ડિસેમ્બરમાં 2101 રૂપિયા થઈ ગયો. આ પછી, જાન્યુઆરીમાં તે ફરીથી સસ્તું થયું અને ફેબ્રુઆરી 2022 માં તે સસ્તું થયું અને 1907 રૂપિયા પર પહોંચ્યો હતો.