કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિમંતોમાં નોંઘાયો ઘટાડો, 150 રૂપિયાથી વધુ સસ્તો થયો સિલિન્ડર
દિલ્હીઃ- દેશભરમાં મોંઘધવારીનો માર હતો તેમાં જાણે હવે ઘીરે ઘીરે રાહત મળી રહી છએ પહેલા ટામેટાના ભાવ ઘટ્યા ત્યાર બાદ હવે એલપીજી સિલિન્ડરમાં ભાવ સતત ઘટાડવામાં આવી રહ્યા છે દેશમાં તેલ અને ગેસ વિતરણ કંપનીઓએ ગેસના ભાવમાં સામાન્ય માણસને મોટી રાહત આપી છે.
આજરોજ 1 લી સપ્ટેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ ભાવમાં 157 રૂપિયાનો વધુનો ઘટાડો કર્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો.
ઘરેલુ ગેસ અને કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરના ભાવ અપડેટ ભાવ પ્રમાણે દેશની રાજધાની નવી દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1522.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ, વધારા સાથે, 4 જુલાઈના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1780 રૂપિયા પર પહોંચી ગઈ હતી.
આ પહેલા મંગળવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારના આ નવા નિર્ણય બાદ એલપીજી સિલિન્ડર (14.2 કિલો)ના ભાવમાં મોટો ફેરફાર થયો છે. હવે દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 903 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. હવે ગ્રાહકોને પહેલા કરતા 200 રૂપિયા સસ્તા ભાવે સિલિન્ડર મળવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 1680 રૂપિયાના બદલે કોમર્શિયલ સિલિન્ડર 157 રૂપિયા ઘટાડીને હવે 1522.50 રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં આજથી સિલિન્ડર 1802.50 રૂપિયાના બદલે 1636 રૂપિયામાં મળશે. એ જ રીતે, અગાઉ મુંબઈમાં તેની કિંમત 1640.50 રૂપિયા હતી, જે હવે ઘટીને 1482 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 157.5 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે તે 1852.50 રૂપિયાના બદલે 1695 રૂપિયામાં મળશે.કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રાહત મળતા લોકોને પણ રાહત મળી છે અને લોકોના ખિસ્સાનો ભાર હળવો થયો છે.