- લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણનો સેવામાં આજે છેલ્લો દિવસ
- આજે તેઓ સેવામાંથી નિવૃત્તી લેશે
દિલ્હીઃ- સેનાના પૂર્વ કમાન્ડના ચીફ જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ 40 વર્ષની ભવ્ય કારકિર્દી બાદ આજે નિવૃત્ત થશે.સંરક્ષણ અધિકારીએ આ સમગ્ર બાબતને લઈને જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ પૂર્વી કમાન્ડના ચીફ જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ રહી ચૂક્યા હતા.
તેમના સેવાકાળના આ સમયગાળા દરમિયાન -પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉગ્રવાદીઓમાં ઘણો મોટો ઘટાડો થયેલો જોવા મળ્યો .છે તેમના સંઘર્ષ અને સેવાથી અનેક સફળતા પ્રાપ્ત થઈ છએ, જેના પરિણામે અનેક પૂર્વોત્તર રાજ્યોમાં સૈન્યની તૈનાતીમાં ઘટાડો થયો હતો. .
તેમણે કહ્યું કે ડીજીએમઓ તરીકે તેઓ ઓપરેશન સનરાઇઝના મુખ્ય આર્કિટેક્ટ રહ્યા હતા, જે અંતર્ગત ભારત અને મ્યાનમાર સેનાએ બંને દેશોની સરહદ નજીક આતંકવાદીઓ વિરુદ્ધ સંકલિત અભિયાન ચલાવ્યું હતું.જેમાં પણ તેઓને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.
અધિકારીના જણાવ્યા પ્રમાણેઅનિલ , ચૌહાણ બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈકની યોજનામાં પણ સામેલ રહ્યા હતા. તેમણે કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળ પૂર્વી આદેશે ભારત-ચીન સરહદ પર રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવામાં હિંમત દર્શાવી છે, તેમની 40 વપર્ષની સેવાને આપણે યોદ કરીશું.