Site icon Revoi.in

નસીબ તો ચમકે જ છે, તમે પ્રયાસ તો કરો: અમેરિકામાં ટાઇમપાસ કરવા માટે મહિલાએ લોટરીની ટીકીટ ખરીદી અને પછી…..

Social Share

દુનિયાના કોઈ પણ ખુણામાં જાવ, એવા લોકો તો મળી જ આવે છે જે લોકો મહેનત કરતા નસીબમાં વધારે માને છે. આવા લોકોને નસીબ સંજોગે ફાયદા પણ અનેક થાય છે અને તેનું હવે નવું ઉદાહરણ છે અમેરિકાની એક મહિલા.

અમેરિકાના મિસૌરીમાં ફ્લાઈટ રદ થતાં એક મહિલાનું ભાગ્ય ખુલી ગયું. વાત એવી છે કે આ મહિલાએ નવી ફ્લાઈટની રાહ જોવા દરમિયાન કેટલીક લોટરીની ટિકિટ ખરીદી હતી. એ પૈકી એક ટિકિટમાં 10 લાખ ડોલર એટલે 7.41 કરોડનું ઈનામ મળ્યું છે. એવામાં ટાઈમપાસ દરમિયાન મહિલાના હાથે લાગેલાં ખજાનાના સમાચાર ઝડપથી વાયરલ થયા છે.

ફ્લોરિડા લોટરીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે મિસૌરીના કનસાસ સિટીની 51 વર્ષીય એન્જેલા કૈરાવેલાએ ‘ધ ફાસ્ટેસ્ટ રોડ ટૂ યૂએસજી 1000000’ સ્ક્રેચ ગેમથી ગત મહિને 10 લાખ ડોલરનું શીર્ષ ઈનામ જીત્યું છે. તેણે જીતેલી રકમ લેવા માટે એક વિકલ્પ પસંદ કર્યો જે 790000 ડોલર જેટલી રકમ છે.

લોટરી જીતનાર મહિલા કૈરાવેલાએ કહ્યું કે અચાનક મારી ફ્લાઈટ રદ થવાથી માને લાગી રહ્યું હતું કે કંઈક અનોખું થવાનું છે. મેં સમય પસાર કરવા માટે ટિકિટ ખરીદી અને 10 લાખ ડોલર એમ જ જીતી ગઈ.કૈરાવેલાએ તાંપાના પૂર્વમાં સ્થિત બ્રેન્ડેડમાં પબ્લિક્સ સુપરમાર્કેટથી પોતાની લકી ટિકિટી ખરીદી હતી. આ સ્ટોરને લકી ટિકિટ વેચવા બદલ 2000 ડોલર બોનસ તરીકે અપાશે.

અહીંયા નોંધવું રહ્યું કે, યૂએસડી 30 ખેલમાં કેરાવેલાને જીત મળી, એ લોટરી ફેબ્રુઆરી 2020માં શરુ થઈ હતી અને એમાં 10 લાખ ડોલરના 155 ટોપ ઈનામ છે અને 94.8 કરોડ ડોલરના રોકડ પુરસ્કાર છે. પહેલાં પણ અમેરિકામાં કેટલાક લોકો એક જ દિવસમાં અમીર થઈ ચૂક્યા છે. અમેરિકામાં લોટરી કાયદાકીય રીતે માન્ય છે. જોકે, દુનિયાના કેટલાય દેશોમાં હજુ લોટરીને કાયદાકીય માન્યતા મળી નથી.