Site icon Revoi.in

લખનૌઃ કાનપુર એક્સપ્રેસ-વે નિર્માણમાં પ્રથમ વખત 3D AMG ટેકનોલોજીનો થશે ઉપયોગ – 2023 સુધી કાર્ય થશે પૂર્ણ

Social Share

દિલ્હીઃ- વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશને વધુ એક એક્સપ્રેસ વેની ભેટ મળવા જઈ રહી છે. ત્યારે નીતિન ગડકરી આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં લખનૌ-કાનપુર એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. 6 લેનનો આ 63 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે પૂરો થયા બાદ બંને શહેરો વચ્ચેની મુસાફરી માત્ર 45 મિનિટમાં પૂર્ણ થશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા 4 હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનાર લખનૌ-કાનપુર એક્સપ્રેસવેમાં પ્રથમ વખત 3D ઓટોમેટેડ મશીન ગાઈડન્સ મોડ્યુલનો ઉપયોગ કરવા જઈ રહી છે. આ ટેક્નોલોજીની મદદથી બાંધકામની ઝડપ લગભગ બમણી થઈ જાય છે અને અધિકારી-કોન્ટ્રાક્ટરને તેમના ફોન અને કોમ્પ્યુટર પર લાઈવ અપડેટ મળે છે.

દેશમાં પહેલીવાર આ ટેક્નોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે. આ એક્સપ્રેસ વેની મદદથી ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. 3D AMG ધરતીકામ દરમિયાન બાંધકામ સાધનોમાં મદદ કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે AMG શ્રેષ્ઠ ડિઝાઇન સોફ્ટવેરને મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટ સાથે જોડે છે, જે અત્યંત ચોકસાઈ અને સારી ઝડપ સાથે મશીનરીનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે.

NHAI એ પ્રથમ વખત લખનૌ-કાનપુર એક્સપ્રેસ વેમાં પ્રાયોગિક ધોરણે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જો તેનો અનુભવ સારો હશે તો આ ટેક્નોલોજીનો ઉપયોગ અન્ય હાઈવે પ્રોજેક્ટ્સમાં પણ કરવામાં આવશે.