લખનૌઃ સુપ્રસિદ્ધ લેટે હનુમાનજી મંદિરમાં વિધર્મીએ પ્રવેશીને મૂર્તિને ખંડિત કરી
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખનૌમાં ગોમતી નદીના કિનારે આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરવાના બહાને અંદર ઘુસેલા મુસ્લિમ શખ્સે ભગવાનની મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ ધ્વજા પણ ફાડી નાખ્યો હતો. આ બનાવને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફ યુવાન દારૂના નશામાં ચકચૂર હોવાનો અને માનસિક રીતે બીમાર હોવાનો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર લખનૌના ગોમતી કિનારે આવેલા લેટે હનુમાન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. નશાખોર તૌફીક અહેમદે મંદિરની મૂર્તિઓની તોડફોડ કરી હતી અને ધ્વજ પણ ફાડી નાખ્યો હતો પોલીસે આરોપીને ઝડપી લઈને તપાસ આરંભી છે. મુસ્લિમ યુવાન રાત્રે હનુમાન મંદિરમાં પ્રવેશ્યા હતા.
આરોપી યુવક બુધવારે રાત્રે લેટે હનુમાનજી મંદિરે પહોંચ્યો હતો. મંદિરના પૂજારી અમર મિશ્રાના જણાવ્યા અનુસાર યુવકે કહ્યું કે તે મંદિરમાં દર્શન કરવા આવ્યો હતો. આ પછી પૂજારી પોતાના રૂમમાં ગયા હતા. આ દરમિયાન આરોપી યુવકે મૂર્તિ ખંડિત કરવાની સાથે મંદિરની ધ્વજા પણ ફાડી નાખ્યો હતો. દરમિયાન એકત્ર થઈ ગયેલા લોકોએ યુવાનને પકડીને માર માર્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, વિધર્મી યુવાને શનિદેવ અને હનુમાનજીની પ્રતિમાને ખંડિત કરી હતી. આ બનાવની જાણ થતા હિન્દુ સંગઠનોમાં ઉગ્રરોષ ફેલાયો છે. તેમજ જવાબદાર આરોપી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મંદિર અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.