Site icon Revoi.in

ભાગ્યકારક ગુરુ કરી રહ્યા છે શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓનો થશે ભાગ્યોદર, પ્રગતિ-લોટીરીનો પણ પ્રબળ યોગ

Social Share

દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઘણાં જ મહત્વના ગ્રહ માનવામાં આવે છે. તે રાશિ પરિવર્તન કરે છે, ત્યારે દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ પ્રકારનો પ્રભાવ અવશ્ય પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગુરુ બૃહસ્પતિ હાલ મેષ રાશિમાં વિરાજમાન છે અને નક્ષત્રની વાત કરીએ, તો ભરણી નક્ષત્રમાં છે. એક નિશ્ચિત સમયગાળા બાદ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરે છે. તેવો 17 એપ્રિલે કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરુનો આ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓના જાતકોને લાભ મળશે, તો કેટલાકને કાળજી રાખવાની જરૂરત છે. આવો જાણીએ ગુરુના કૃતિકા નક્ષત્રમાં પ્રવેશથી કઈ રાશિઓની કિસ્મત ચમકશે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગ્રહોના દેવતા ગુરુ બૃહસ્પતિ 17 એપ્રિલ, 2024ના સવારે 02 વાગ્યે અને 57 મિનિટે ભરણી નક્ષત્રમાંથી નીકળીને કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 13 જૂન સુધી આ નક્ષત્રમાં રહેવાના છે. આ દરમિયાન ગુરુ મેષ રાશિમાંથી નીકળીને 1 મેએ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 27 નક્ષત્રોમાંથી ત્રીજું નક્ષત્ર કૃતિકા છે અને તેના સ્વામી શુક્ર છે. તેવામાં ગુરુ અને શુક્ર વચ્ચે મિત્રતાનો ભાવ છે. જેના કારણે કેટલીક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડવાનો છે.

મેષ રાશિ-

ગુરુ કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરીને આ રાશિના લગ્ન ભાવમાં રહેશે. તેવામાં તે રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. લાંબા સમયતી થંભેલા કામકાજના પૂર્ણ થવાની સાથે ધનધાન્યનો વધારો પણ થશે. તેના પછી ગુરુના વૃષભ રાશિમાં જવાથી આ રાશિના જાતકોને અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત થશે અને ધનસંચય કરવામાં પણ સફળ હશે. પરિવારના સદસ્યોની સાથે સારો સમય વીતશે. પોતાના વાણીના કૌશલથી ઘણાં ક્ષેત્રોમાં સફળ થઈ શકો છો. પરિવારના વૃદ્ધ સદસ્યોના પણ આશિર્વાદ પ્રાપ્ત થશે. લગ્ન યોગ સંતાન માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. તેની સાથે શુક્રની કૃપાથી ધનધાન્યમાં વધારો થશે. પરિવાર તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. તેની સાથે જ જૂના કર્જમાંથી પણ છૂટકારો મળી શકે છે. આ સિવાય સમાજમાં માન-સમ્માનમાં વધારો થશે.

કર્ક રાશિ-

કર્ક રાશિના જાતકો માટે ગુરુ કૃતિકા નક્ષત્રમાં જાય તે લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોનો અધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. તેવામાં પરિવાર અથવા દોસ્તો સાથે તીર્થયાત્રા પર જઈ શકો છો. ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહથી ભાગ લઈ શકો છે. લાંબા સમયથી રોકાયેલા કામ પૂર્ણ થવાની સાથે ધનધાન્યનો વધારો થશે. સંતાન તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે. પૈતૃક મિલ્કત મળી શકે છે. તેની સાથે જ કોર્ટ-કચેરી ના મામલામાં થોડીક રાહત મળી શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ લાભ મળી શકે છે. આવકમાં પણ સારો વધારો જોવા મળશે. કાર્યક્ષેત્રમાં તમને તમારા સહકર્મીઓનો સાથ મળી શકે છે. વરિષ્ઠ લોકોના સહયોગથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે આ ગોચર અનુકૂળ સાબિત થઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં સારા પરિણામ સાબિત થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ-

ગુરુના કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી વૃશ્ચિક રાશિના જાતકોને ફાયદો થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. તેની સાથે જ વેપાર પણ ખૂબ નફો અપાવે તેવા આસાર દેખાય રહ્યા છે. આવકમાં વધારાના સ્પષ્ટ સંકેત દેખાય રહ્યા છે. નોકરીમાં પણ તમારા કામના વખાણ થઈ શકે છે. તેવામાં તમારા બોનસ, પદોન્નતિ અથવા તો પછી સારું એવું ઈન્ક્રીમમેન્ટ થઈ શકે છે. જીવનસાથીના ભાગ્યમાં પણ વધારો જોવા મળશે. આરોગ્ય પણ સારું રહેવાનું છે.

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીની સટીકતા અથવા વિશ્વસનીયતાની ગેરેન્ટી નથી. વિભિન્ન માધ્યમો જેવા જ્યોતિષીઓ, પંચાગ, માન્યતાઓ અથવા તો પછી ધર્મગ્રંથોમાં સંગ્રહિત કરેલી આ જાણકારીઓ તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. આ યોગ્ય અને સિદ્ધ હોવાની પ્રામાણિકતા આપી શકીએ નહીં. આનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત વિષયના વિશેષજ્ઞની સલાહ જરૂરથી લો. )