Site icon Revoi.in

રાજસ્થાનના 7 જીલ્લાઓમાં લમ્પી વાયરસનો કહેર, અત્યાર સુધી 1500થી વધુ ગાયોના મોત – ગાયોની સારવાર માટે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓને મંજૂરી

Social Share

ઉદયપુરઃ- ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગાયોમાં ફેલાતો લમ્પી વાયરસ વકરી રહ્યો છે ત્યારે હવે તે ગુજરાત પુરતો સિમિત રહ્યો નથી ,ગાયોમાં જોવા મળતી આ બીમારી હવે રાજસ્થાન સુધી પહોંચી છે. રાજસ્થાનના 7 જીલ્લાઓ લમ્પી વાયરની ઝપેટમાં આવ્યા છે.

રાજ્યના પશ્ચિમ રાજસ્થાનના જિલ્લાઓમાં લમ્પી વાયરસનો પ્રકોપ વધ્યો છે. બાડમેર, જેસલમેર, જાલોર, સિરોહી, બિકાનેરની સાથે, લમ્પી વાયરસ ભરતપુર, ધોલપુર અને દક્ષિણ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે. મુખ્યત્વે મોટી ગૌશાળાઓમાં રહેતી ગાયો વધુ આ રોગનો ભોગ બની છે.

 પશ્ચિમ રાજસ્થાનના સાત જિલ્લામાં અત્યાર સુધીમાં 1500થી વધુ ગાયોના મોત થયા છે. ગૌશાળાઓના સંચાલકોનું કહેવું છે કે એક પછી એક ગાયો સતત લમ્પી વાયરસનો શિકાર બની રહી છે.જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે.

પ્રાપ્ચ જાણકારી પ્રમાણે ઝડપથી ફેલ થઈ રહેલા આ વાયરસ બાદ રાજ્ય સરકાર ગંભીર બની છે.વિતેલા દિવસને  મંગળવારની સાંજે મુખ્ય સચિવ ઉષા શર્માએ આ મામલે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં પશુપાલન વિભાગના અધિકારીઓ અને તબીબોએ ભાગ લીધો હતો. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે સંક્રમિત ગાયોને જેનરિકની સાથે બ્રાન્ડેડ દવાઓ પણ આપી શકાય છે. બ્રાન્ડેડ દવાઓ ખરીદવા માટે જિલ્લા વહીવટી તંત્રને મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે લમ્પી વાયરસથી ગાયના શરીરમાં ગાઠો પડી જાય છે અને ગાયને ખૂબ પીડા થાય છે.જલ્દી આ રોગની સારવાર પણ થઈ રહી નથી.ત્યારે  લમ્પી વાયરસે આ દિવસોમાં રાજસ્થાનની હજારો ગાયો પર પોતાનો કહેર વર્તાવ્યો છે.

ગાયોની સારવાર માટે અપાઈ ખાસ સૂચનાઓ

રાજ્મુસ્ખ્યથાનમાં વધતા લમ્પી વાયરસના કહેરને જોતા  સચિવની અધ્યક્ષતામાં  બેઠક મળી હતી તે બાદ   જિલ્લા કલેક્ટરને ખાસ મોનિટરિંગ માટે સૂચના આપવામાં આવી છે. જે જિલ્લાઓમાં લમ્પી વાયરસના વધુ કેસ નોંધાયા છે. ત્યાં સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.