અમદાવાદઃ વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ ઐતિહાસિક નગર લુણાવાડાના 591મા સ્થાપના દિવસ પ્રસંગ નિમિત્તે લુણેશ્વર મંદિરમાં મહીસાગર જિલ્લા કલેકટરે તેમના પરિવાર સાથે પૂજા અર્ચના કરી. શહેરના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ઇ.સ.1434ના રોજ મહારાજા ભીમસિંહજીએ લૂણનાથબાબાની પ્રેરણા અને નગરદેવતા લૂણેશ્વરદાદાની કૃપાથી લાવણ્યપુરી લુણાવાડા નગરનો પાયો નાંખ્યો હતો. આજે નગરનો 591મો સ્થાપના દિવસની અનેરા આનંદ સાથે ઉજવી કરવામાં આવી. આ પ્રસંગે લુણાવાડાના રાજવી સિદ્ધરાજસિંહજી, નગર ઉત્સવ સેવા સમિતિના વાઈસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહજી, નગરપાલિકા કર્મચારીગણ તેમજ નગરના અગ્રણી નાગરિકો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.
સૌ લોકો સ્થાપના દિવસ પ્રસંગે નગરદેવતા લૂણેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ નગરપાલિકા સુધી શોભાયાત્રામાં જોડાયા હતા.