યુએસના વિદેશ વિભાગ દ્રારા પીએમ મોદી માટે આયોજીત કરાયું લંચ – એન્ટનિ બ્લિંકન અને કમલા હેરિસે પીએમ મોદી સાથે લીઘુ ભોજન
- પીએમ મોદીનો અમેરિકાનો પ્રવાસ
- યુએસ વિદેશ વિભાગ દ્રાર લંચમાં પીએમ મોદીએ કમલા હેરિસની માતાને યાદ કર્યા
દિલ્હીઃ- 22 જૂનના રપોજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે, અગાઉ તેમણે રાષ્ટ્રપતિ બાઈનના આમંત્રીણ પર ડિનરમાં હાજરી આપી હતી ત્યારે અમેરિકાના સમય પ્રમાણે આજની બપોરે અમેરિકા વિદેશ વિભાગ દ્રારા પીેમ મોદી માટે ખાસ લંચની વન્યવસ્થા કરાઈ હતી જેમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિશ અને વિદેશ મંત્રી એન્ટનિ બ્લિંકને પીએમ મોદી સાથે ભોજન લીધુ હતુ.
પીએમ મોદીની મુલાકાતનો આ ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીએ પીએમ મોદી માટે લંચનું આયોજન કર્યું હતું જેને લઈને પીએમ મોદીએ બંને નેતાઓનો આભાર માન્યો હતો. લંચમાં હાજર રહેલા પીએમ મોદીએ કહ્યું કે આ ભવ્ય સ્વાગત માટે સૌથી પહેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનો ખૂબ ખૂબ આભાર. રાજ્ય વિભાગમાં ફરી એકવાર તમારી વચ્ચે આવીને મને ઘણો આનંદ થાય છે.
પીએમ મોજી માટે આ લંચ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું.અમેરિકાના વિદેશ સચિવ એન્ટની બ્લિંકન, વિદેશ વિભાગના વિવિધ અધિકારીઓ અને આનંદ મહિદ્રા, મુકેશ અંબાણી, સુંદર પિચાઈ જેવા ભારતના ઘણા મહેમાનો લંચમાં હાજર થયા હતા. આ પીએમ મોદી માટે આયોજીત સ્ટેટ લંચમાં મહેમાનોને સમોસા, ખીચડી, મસાલા ચા, કેરીનો હલવો જેવી વાનગીઓ પીરસવામાં આવી હતી.પીએમ મોદીએ ત્યાર બાદ કેનેડી સેન્ટર ખાતે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ સહીત રોનાલ્ડ રીગન સેન્ટરમાં અમેરિકામાં રહેતા ભારતીય લોકોને સંબોધિત પણ કર્યા.
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પીએમ મોદીની કરી પ્રસંશા