Site icon Revoi.in

સાપુતારા ઘાટ નજીક લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 2 ના મોત

Social Share

અમદાવાદઃ સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં બે બાળકોના મોત થયા હોવાની પ્રાથિમક વિગત મળી છે. ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસમાં 64 વ્યક્તિ હતા. જેમાંથી 62 લોકોનું રેસ્ક્યૂ કરી લેવાયું છે જ્યારે બેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે 5ની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. શામગહાનને સાંકળતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.

સુરતના પ્રવાસીઓ લક્ઝરી બસમાં સાપુતારા ગયા હતા. સાપુતારાથી પાછા ફરતી વખતે બસના ડ્રાયવરનું નિયંત્રણ ન રહેતા બસ રોડ સાઈડ ખાઈમાં ઉતરી ગઈ હતી. લક્ઝરી બસમાં 64 જેટલાં પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ઘરાઈ છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી બસના યાત્રીઓનું રેસ્ક્યુ કરી લેવાયું છે. બસ રોડથી થોડી જ નીચે ખીણમાં સરકી ગઈ હોવાથી અને વધુ ઉંડી ખીણમાં ન પડી હોવાથી બચાવ કાર્ય ઝડપથી કરે લેવાયું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનામાં બે ભાઈ-બહેનના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બંને બાળકો બસમાં દબાઈ ગયા હોવાથી તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. 20થી 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઈજાગ્રસ્તોને શામગહાનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતમાં એક છોકરો અને એક છોકરીના મોત થયા હતા. તેની ઉંમર 8 થી 10 વર્ષ હોવાનું કહેવાય છે.