કોરોના બાદ રાજકોટમાં પહેલીવાર મશીન ટુલ્સ શોનું આયોજન,16 દેશના ઉદ્યોગકારો લેશે ભાગ
રાજકોટ:રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મશીન ટુલ્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના આજી વસાહત 80 ફૂટ રોડ પર એન.એસ.આઈ.સી.ગ્રાઉન્ડ ખાતે 21થી 24 સપ્ટેમ્બર સુધી આ શો યોજાશે.જેમાં 16 દેશના ઉદ્યોગકારો ભાગ લેશે.શહેરમાં બનતા મશીન ટુલ્સની ડિમાન્ડ વધતા હવે કાસ્ટિંગ, ફોર્જિંગ, ફાઉન્ડ્રીના ઉદ્યોગો 24 કલાક ધમધમવા લાગ્યા છે.
મશીન ટુલ્સનું ઉત્પાદન દોઢ ગણું વધ્યું છે.હાલમાં દૈનિક વિવિધ ક્ષેત્રમાં ઉપયોગી હોય તેવા સાધનો, ટુલ્સ દૈનિક 75 હજારથી વધુ ઉત્પાદન થાય છે.કોરોના બાદ રાજકોટમાં પહેલીવાર મશીન ટુલ્સ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે 16 દેશમાંથી ઉદ્યોગકારો, કંપની ભાગ લેશે.બે વર્ષ પહેલા 4 દેશના ઉદ્યોગકારો, કંપનીએ ભાગ લીધો હતો.
રાજકોટ મશીન ટુલ્સ એસો.ના પ્રમુખ યોગીનભાઇ છનિયારાએ જણાવ્યું હતું કે,યુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, સાઉથ આફ્રિકા, યુ.કે. તુર્કી, સ્પેન, તાઈવાન, ચીન, જાપાન, કોરિયા, ઈટલી, થાઈલેન્ડ, યુ.એ.ઈ. સહિતના દેશોની કંપની આ શોમાં જોડાશે.