- ચીનની ગંભીર બેદરકારી
- અનેક લોકોના થયા મોત
- એક્સપ્રેસ-વે બ્રીજ તૂટ્યો
દિલ્હી:ચીન દરેક વસ્તુને એટલી સસ્તી કિંમતમાં બનાવવાનો પ્રયાસ કરે છે તેને લઈને કેટલાક લોકોને તો ડર લાગે છે. ક્યારેક ચીની બનાવટના મોબાઈલ ફૂટે, ક્યારેક ઈલેક્ટ્રોનિક આઈટમ બગડી જાય તો હવે તેમના દેશમાં બનાવેલો બ્રીજ પણ તૂટી જાય.
વાત એવી છે કે ચીનના એન્જિનિયરોએ એક્સપ્રેસ વે પર આવો બ્રિજ બનાવ્યો, જેનો એક ભાગ તૂટી પડ્યો. જેના કારણે ચાર લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બપોરના સમયે થયો હતો. ત્યારથી બ્રિજ બનાવવામાં સામેલ માલસામાનની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.
ચીનમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી, પરંતુ આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ જોવા મળી ચૂકી છે. પરંતુ સરકાર આવા અકસ્માતોને છુપાવી રહી છે. જેથી કરીને અન્ય દેશોમાં ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ પર તેની અસર ન પડે.
મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે,પરિવહન મંત્રાલયના એન્જિનિયરો અને નિરીક્ષકો તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પ્રાંતીય ગવર્નર તેમજ ડેપ્યુટી પ્રાંતીય ગવર્નર બચાવ પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે. સિન્હુઆએ જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશામકો પણ ઘટના સ્થળે છે, ટ્રાફિકને ડાયવર્ટ કરી રહ્યા છે.