Site icon Revoi.in

મોડી રાતે પંજાબમાં દેખાયું મેડ ઈન ચાઈનાનું પાકિસ્તાની ડ્રોન – બીએસફના જવાનોએ તોડી પાડ્યું

Social Share

ચંદીગઢઃ- પાકિસ્તાન દ્રારા અવારનવાર ડ્રોન મારફત સીમા પર નજર રાખવામાં આવવાની ઘટના બનતી હોય છે ત્યારે આવી જ કંઈક ઘટના વિતેલી રાતે બનવા પામી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે બોર્ડર સિક્યોરિટી ફોર્સએ શુક્રવારની રાતે પંજાબના ફિરોઝપુર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને બીએસએફનો આપેલી જાણકારી પ્રમાણે જો વાત કરીએ તો આ ડ્રોન મેડ ઇન ચાઇના એટલે કે ચીની બનાવટ હતું અને  તે પાકિસ્તાન તરફથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું,.

બીએસએફના જણાવ્યા મુજબ અમરકોટમાં બોર્ડર પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહેલી એક ટીમે લગભગ 11 વાગ્યેને 10 મિનિટ આસપાસ કંઈક અવાજ સાંભળ્યો. આ પછી એક હેક્સાકોપ્ટર ડ્રોન ઓછી ઉંચાઈ પર ઉડતું જોવા મળ્યું હતુ. ડ્રોન આંતરરાષ્ટ્રીય બોર્ડરથી લગભગ 300 મીટર અને બાડાની રક્ષા કરતા બોર્ડરથી 150 મીટરના અંતરે હતું. આ પછી તેને બીએસએફ દ્વારા કબજો લેવામાં આવ્યો હતો.અને તેને તોડી પાડવામાં પણ આવ્યું.

આ મામલે સેનાના જવાનોએ આપેલા નિવેદન પ્રમાણે વિતેલા દિવસની રાતે લગભગ 11:10 વાગ્યે, બોર્ડર આઉટ પોસ્ટના એલર્ટ જવાનોએ અમરકોટ ખાતે એક ડ્રોન નજરે પડ્યું હતું જોતાની સાથે જ તેને  તોડી પાડવામાં આવ્યું હતું.

આ ડ્રોન મેડઈન ચાઈનાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આ પ્રમાણેની હરકત આ પહેલા પણ ઘણી વખત કરી ચૂક્યું છે જો કે સેનાના જવાનોએ આ ડ્રોન તોડી પાડીને પાકિસ્તાનના નાપાક ઈરાદા પર પાણી ફેરવ્યું હતું.

હાલ આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ડ્રોનનો ઉપયોગ સર્ચ ઓપરેશન દ્વારા સરહદ પારથી માદક દ્રવ્યો કે હથિયારો લાવવા માટે કરવામાં આવ્યો હતો કે નહી. કેપછી પાજડોશી દેશનું બીજુ શું કાવતરું હતું.આ મામલે હાલ શોધ તકરવામાં આવી રહી છે.