Site icon Revoi.in

કચ્છનું માધાપર એશિયાનું સૌથી ધનિક ગામ

Social Share

અમદાવાદઃ કચ્છનું માધાપર ગામ એશિયાનું સૌથી ધનવાન ગામ છે. માધાપર ગામની વસ્તી 2011ની સાલમાં 17,000 જેટલી હતી અને હવે અંદાજે 30,000થી 32,000 જેટલી વસ્તી છે.ભુજથી લગભગ 3 કિ.મી. અંતરે આવેલ ગામમાં મુખ્યત્વે પટેલોની વસ્તી છે. કચ્છ જિલ્લો પોતાના સાંસ્કૃતિક વારસા માટે પ્રસિદ્ધ છે. અને આ સમૃદ્ધ વારસો ધરાવતા જિલ્લાનું આ ગામ પણ સમૃદ્ધ છે. માધાપર ગામ શહેરો જેવી જ આર્થિક સમૃદ્ધિ અને પાયાની સુવિધા ધરાવે છે. ગામમાં 20,000 જેટલા ઘર છે. માધાપર ગામના લગભગ 1200 જેટલા પરિવારો વિદેશમાં વસવાટ કરે છે. આ ગામ પાસે 7000 કરોડની બેંક અને પોસ્ટ ડિપોઝીટ છે. આ ગામમાં મુખ્યત્વે NRIs દર વર્ષે કરોડો રૂપિયા ડિપોઝીટ કરાવે છે. ગામમાં 17 થી પણ વધુ બેન્ક આવેલી છે. કોઈ એક ગામમાં આટલી બધી બેન્ક્સ હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એક માત્ર ગામ હશે. આ ગામમાં પાણી, સેનિટેશન, રોડ-રસ્તા, શાળા વગેરે સુવિધા ઉપ્લબ્ધ છે.

મધ્ય આફ્રિકામાં કન્ટ્રક્શન બિઝનેસમાં ગુજરાતીનો ભારે દબદબો છે, જેમાં માધાપરવાસીઓ પણ મોટા પ્રમાણમાં છે. ત્યાર બાદ, UK, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડમાં પણ મોટાભાગના લોકો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ દેશો તરફ માધાપરવાસીઓએ રોજગાર માટે પગપેસારો કર્યો છે. આ રીતે વિદેશોમાં કમાયને પોતાના વતનમાં મોટી સંખ્યામાં નાણું ડિપોઝિટ થતું હોવાથી આ ગામ NRIનું સૌથી વધારે પૈસાદાર ગામ છે. ઘણા ગામવાસીઓ વિદેશમાં રહેતા અને કામ કરતા હોવા છતાં, તેઓ હંમેશા તેમના મૂળ વતન તથા જન્મભૂમિ માધાપર સાથે હજી પણ સંકળાયેલા છે તેઓ અત્યારે જે દેશમાં રહે છે તેના બદલે તેમના ગામની બેંકોમાં તેમની બચત જમા કરાવવાનું પસંદ કરે છે. ગામની બેન્ક્સમાં સ્થાનિક લોકો અને એનઆરઆઇનાં નાણાં મળીને 7000 કરોડ રૂપિયા પડ્યા છે જેને કારણે આ ગામમાં આર્થિક સમૃદ્ધિ આવી છે અને ગામ સમૃદ્ધ બન્યું છે.

#MadhaparVillage #WealthyVillages #Kutch #EconomicProsperity #NRIWealth #IndianVillages #VillageSuccess #GlobalIndians #KutchHeritage #EconomicGrowth #BankingInVillage #NRIContributions #WealthyVillagers #CulturalHeritage #KutchWealth #InternationalConnections #VillageDevelopment #IndianEconomy #MadhaparSuccess #VillageEconomics