પોરબંદરઃ માધવપુર ઘેડનો પરંપરાગત પાંચ દિવસીય લોકમેળાનો તા.17 મી એપ્રિલને બુધવારથી દબદબાભેર પ્રારંભ થયો છે. બે સંસ્કૃતિને એક તાંતણે બાંધતા માધવપુરના લોકમેળામાં લોક સુવિધાને અગ્રતા આપવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. આ લોક મેળો ઉત્તર પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિનો અનુબંધનો મેળો છે. પૌરાણિક કથાઓ અને ઉલ્લેખો મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ માધવપુર ઘેડમાં થયા હતા. મહાભારતકાળથી માધવપુર એક સાંસ્કૃતિક વિરાસત છે. માધવપુર ઘેડ અને દ્વારકા ભાવનાત્મક રીતે જોડાયેલા છે. તા.21મીએ શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીના વિવાહ ધામધૂમથી ઊજવાશે
માધવપુરના પાંચ દિવસના લોકમેળામાં લોકો ઉમટી પડ્યા છે. માધવપુર ઘેડના ગ્રાઉન્ડ ઉપર વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં સ્ટેજ પર દરરોજ સાંજે ગુજરાતના અને ઉત્તર પૂર્વના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે. તા.17 થી તારીખ 20 સુધી કાર્યક્રમો ઉપરાંત રાત્રે લોકડાયરાનો કાર્યક્રમો પણ યોજાશે. દ્વારકા ખાતે પણ તારીખ 21 ના રોજ સાંજે ચાર કલાકે રિસેપ્શન સ્વાગત કાર્યક્રમ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ પ્રસંગ યોજાશે.
રાજ્યના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને પ્રવાસન નિગમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અરુણાચલ પ્રદેશ, આસામ, નાગપુર અને ત્રિપુરાના 60 સ્ટેજ કલાકારો પોતાનું પરફોમન્સ રજુ કરશે. એ જ રીતે હસ્તકલાના ઉત્તર પૂર્વના 60થી વધુ કારીગરો પણ તેમની કલાકૃતિ રજુ કરશે. એ જ
માધવપુર ઘેડનો મેળો ઉત્તર પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિનો અનુબંધનો મેળો છે. પૌરાણિક કથાઓ અને ઉલ્લેખો મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ માધવપુર ઘેડમાં થયા હતા. મહાભારતકાળથી માધવપુર એક સાંસ્કૃતિક વિરાસત છે. માધવપુર ઘેડ અને દ્વારકા ભાવનાત્મક રીતે જોડાયેલા છે.