દેશના અનેક રાજ્યોમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, કેટલાક રાજ્યોમાં હવાના વિભાગે યલો એલર્ટ આપ્યું
દિલ્હીઃ- દેશના અનેક રાજ્યોમાં મેધરાજાએ એન્ટ્રી કરી દીધી છે જેને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ છે તો સાથે જ સતત પડી રહેલી ગરમીથી લોકોએ રાહતવના શ્વાસ લીઘા છે આજે વહેલી સવારથી જ રાજધાની દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો તો વિતેલા દિવસથી જ મહારાષ્ટ્રની રાજઘાની મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે યલો એલર્ટ પણ જારી કર્યું છે
વઘુ વિગત પ્રમાણે કેરળમાં ચોમાસુ મોડુ પહોચ્યું છે પરંતુ હવે મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસેતારોમાં સોમાચાનું આગમન જોવા મળી રહ્યું છે.
આ સહીત હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.ઉલ્લેખનીય છે કે દેશની રાજધાનીમાં ગઈકાલે રાત્રે મુશળધાર વરસાદ થયો હતો. દિલ્હીમાં ઘણી જગ્યાએ રાત્રે ભારે વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે દિલ્હીવાસીઓને ચોક્કસપણે ગરમીથી રાહત મળી છે.
આ સાથે જ વિતેલા દિવસે હવામાન વિભાગ દ્વારા એક અપડેટ જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ પૂર્વ મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ દ્રારા આજરોજ 25 જૂને ઓડિશા અને ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આજે, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવા, છત્તીસગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગંગા પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ-દિલ્હી, પંજાબ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, કોસ્ટલ કર્ણાટક માં વરસાદ નોંધાયો છે.
જો ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છએ અહી વાદળછાયું વાતાવરણ છે તો તો દક્ષિણ ગુજરાતમાં વપસાદ પણ પડી રહ્યો છે સાથે જ આગામી 24 કલામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.