Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ મોબાઈલ ગેમ્સમાં વ્યસ્ત રહેતા સંતાનોના માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ઓનલાઈન ગેમ્સમાં ફ્રી ફાયરના ફેરમાં ફસાયેલા 13 વર્ષિય  કિશોરને રૂ. 40 હજારનું નુકશાન થયું હતું. જેથી ડિપ્રેશનમાં સરી પડેલા કિશોરે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પોલીસને કિશોરે લખેલી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. જો કે, આ ઘટના મોબાઈલ ફોન ઉપર ગેમ્સમાં વ્યસ્ત રહેતા બાળકોના માતા-પિતા માટે ચેતવણી રૂપ ઘટના છે.

પોલીસના જણાવ્યા અનુસાર સિવિલ લાઈન વિસ્તારમાં સાગર રોડ ખાતે રહેતા કૃષ્ણા પાંડેય મોબાઈલ ઉપર ફ્રી ફાયર ગેમ રમતો હતો. જેના પરિણામે તેની માતાના બેંક ખાતામાંથી નીકાળ્યા હતા. આ અંગે માતાને જાણ થતા તેને દીકરીને ગેમ રમવાની મનાઈ ફરમાવી હતી. બીજી તરફ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો કૃષ્ણા પણ પૈસા ગુમાવતા હતાશામાં ગરકાવ થઈ ગયો હતો. અંતે તેણે ઘરમાં જ ગળાફાંસો ખોઈને જીવન લીલા સંકેલી લીધી હતી.

પોલીસને કૃષ્ણાએ લખેલી અંતિમ ચિઠ્ઠી મળી હતી. હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખેલી આ ચિઠ્ઠીમાં તેણે માતા-પિતાની માફી માગી હતી. તેમજ ઓનલાઈન ગેમ્સમાં નાણા ગુમાવ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કૃષ્ણાના પિતા પેથોલોજી લેબ ચવાલે છે. જ્યારે માતા જિલ્લા હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં નોકરી કરે છે.

ડીસીપી શશાંક જૈને જણાવ્યું હતું કે, પોલીસે સુસાઈડ નોટ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. તેમજ બાળકોને ગેમ્સ રમવા મામલે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે. કિશોર ગેમ્સ ઉપર જાતે પૈસા ખર્ચતો હતો કે જોઈ અન્ય પૈસા માટે ધમકાવતું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

(PHOTO-FILE)