Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ કુવામાં પડેલી બાળકીને બચાવવાના પ્રયાસમાં સર્જાઈ દુર્ઘટના, 4ના મોત

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં રાતના કુવામાં લપસીને આકસ્મિક રીતે પડેલી બાળકીને બચાવવા માટે લોકો કિનારી ઉપર ઉભા હતા ત્યારે અચાનક માટી ઘસતા ઉપર ઉભેલા લોકો પણ નીચે પડ્યાં હતા. તેમજ માટીના નીચે દબાઈ ગયા હતા. જેમાંથી 19 લોકોને સહિસલાત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અંદર કેટલા લોકો પડ્યાં હતા તેની કોઈ માહિતી નથી. પરંતુ કુવો લગભગ 50 ફુટ ઉંડો હતો અને 20 ફુટે પાણી હતી.

આ દુર્ઘટનામાં બચાવવામાં આવેલા બે લોકોએ જણાવ્યું હતું કે, કુવામાં પડેલી બાળકીને બચાવવા જતા આ દૂર્ઘટના સર્જાઈ હતી. તેને બચાવવા કેટલાક લોકો અંદર ઉતર્યાં હતા. જ્યારે 40-50 લોક તેમની સહાયતા માટે કુવાની કિનારી અને છત ઉપર ઉભા હતા. કુવાની છત પડતા લગભગ 25-30 લોકો કુવામાં પડ્યાં હતા. લગભગ 12 લોકોને ગ્રામજનોએ દોરડાની મદદથી બહાર કાઢ્યાં હતા. કુવાના છતના લોખંડના સળિયા સડી ગયા હતા એટલે આ દૂર્ઘટના સર્જાઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાતના લગભગ 11 વાગે બચાવ કાર્યમાં જોડાયેલુ એક ટ્રેકટર પણ કુવામાં પડ્યું હતું. જેમાં ચાર પોલીસ કર્મચારી સહિત કેટલાક લોકો હતા. 3 પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયાં હતા.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ઘટના અંગે અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કાર્યમાં લાગી જવા નિર્દેશ કર્યાં છે. તેમજ સ્થળ ઉપર હાલજ કલેકટર અને પોલીસ અધિકારીઓના પણ સતત સંપર્કમાં છે. બચાવ કાર્ય માટે ભાપાલથી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પહોંચતી કરવામાં આવી છે. તેમજ પીડિતોને યોગ્ય સારવાર આપવા નિર્દેશ કર્યો છે.

(Photo - Social Media)