Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ પુલની ગ્રીલ તોડીને મુસાફરો ભરેલી બસ 25 ફુટ નીચે નર્મદા નદીમાં ખાબકી, 13ના મોતની આશંકા

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટ નજીક પસાર થતી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પુલની રેલીંગ તોડીને 25 ફુટ નીચે નર્મદા નદીમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 13ના મોત થયાની આશંકા છે. જ્યારે 15થી વધારે લોકો લાપત્તા હોવાનું જાણવા મળે છે. દૂર્ઘટનાગ્રસ્ત બસ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનનની હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ પોલીસ સહિતની બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવકામગીરી આરંભી હતી. હજુ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ દૂર્ઘટનાને પગલે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ કમલનાથ બચાવ કામગીરી વધારે તેજ બનાવવાની માંગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. મુસાફરોથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી છે. દુર્ઘટના સવારે 10 વાગ્યાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 50થી વધુ લોકો સવાર હતા. નદીમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બસને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી છે. રોંડ તરફથી આવી રહેલા વાહનને બચાવe જતા અકસ્માત સર્જાયો હતો. બસ પુલની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે નદીમાં પડી હતી. દુર્ઘટનાગ્રસ્ત બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની છે.

ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહેલી પેસેન્જર બસ ખલઘાટ સંજય સેતુ પુલ પર સંતુલન બગડવાને કારણે 25 ફૂટ નીચે નદીમાં પડી હતી. ધામનોદ પોલીસ અને ખલતકા પોલીસ ઘટનાસ્થળે મોરચો સંભાળી લીધો હતો. NDRFની ટીમ પણ રાહત માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતા. ઈન્દોરના કમિશનર પવન કુમાર શર્માએ ધાર અને ખરગોનના કલેક્ટરને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા હતા.

મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે સવારે ખરગોન-ધાર વચ્ચે સ્થિત ખલઘાટમાં બસ દુર્ઘટનાની માહિતી મેળવી હતી. બસ ખાડીમાં પડી હોવાની માહિતી મળતા જ વહીવટીતંત્રને જલ્દી પહોંચવા સૂચના આપવામાં આવી હતી. ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. મુસાફરોને બચાવવાની કામગીરી તેજ બનાવવામાં આવી હતી.