ભોપાલઃ રીવા પોલીસે ડમી ટાઈમ બોમ્બ મૂકીને ગભરાટ ફેલાવનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મિકેનિકલ એન્જિનિયર છે અને આ ટોળકી છેલ્લા 6 વર્ષથી તેઓ અલગ-અલગ વિસ્તારોમાં ડમી બોમ્બ મૂકીને ભય ફેલાવતા હતા. એકલા રીવામાં જ છેલ્લા 15 દિવસમાં 5 જગ્યાએ આ ડમી બોમ્બ મુક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આરોપીઓને રોજગારી નહીં મળતા ચિંતિત હતા. જ્યારે સરકારે રોજગારી નહીં આવતા પોતાની વાત સરકાર સુધી પહોંચડવા માટે ડમી બોમ્બ મુકીને ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપીઓએ લુલો બચાવ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રીવા જિલ્લામાં ડમી ટાઈમબોમ્બ મુકીને ભયનો માહોલ ઉભો કરનારા 3 શખ્સોને સુહાગી પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓએ પાંચ અલગ-અલગ જગ્યાએ ડમી ટાઈમ બોમ્બ મુક્યા હતા. પોલીસ અધિક્ષક નવનીત ભસીને કહ્યું કે આરોપીનો ઈતિહાસ ઘણો જૂનો છે. તેઓ છેલ્લા 6 વર્ષથી આવી રીતે લોકોમાં ભય ફેલાવતા હતા. વર્ષ 2016 થી અત્યાર સુધી તે ડમી ટાઈમ બોમ્બ લગાવીને પોલીસને સતત પડકાર ફેંકતા હતા. તેમણે 2016માં મહાનગરી એક્સપ્રેસ ટ્રેન અને 2017માં સંગમ એક્સપ્રેસ ટ્રેનમાં પણ ડમી બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. છેલ્લા 15 દિવસમાં રીવા જિલ્લામાં લગભગ 5 સ્થળોએ ટાઈમ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. બોમ્બમાં શેલ હતો પરંતુ તેમાં કોઈ વિસ્ફોટક સામગ્રી ભરેલી ન હતી. આરોપીઓએ રીવાના સોહાગી પોલીસ સ્ટેશન હેઠળ આવતા પુલ નીચે આરોપીઓએ નકલી બોમ્બ પ્લાન્ટ કર્યો ત્યારે તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. પોલીસે આ સીસીટીવી કેમેરાના ફુજેટના આધારે તપાસનો ધમધમાટ તેજ કરીને તમામ રોપીઓને ઝડપી લીધા હતા.