ભોપાલઃ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ડે.કલેકટરના નિવાસસ્થાન ઉપર તસ્તરો ત્રાટક્યાં હતા. જો કે, તસ્કરોને તેમના નિવાસસ્થાને કંઈ મળ્યું ન હતું. જેથી તેમણે અધિકારી માટે એક ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્યું હતું કે, જો નાણા ન હતા તો ઘરને લોક કરવાની જરૂરત ન હતી. તસ્કરોને ઘરમાંથી કોઈ કિંમતી વસ્તુ મળી આવી ન હતી. સામાન્ય રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી. તસ્કરોએ એક ચિઠ્ઠી લઈને ઉચ્ચ અધિકારી સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બનાવ અંગે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. ઉચ્ચ અધિકારીના બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થલે દોડી ગયા હતા.