- મધ્યપ્રદેશની સરકાર ખેડૂતોને વ્હારે આવી
- સહાય રાશિ 4 હજારથી વધરાનીને 6 હજાર કરી
ભોપાલઃ- દેશની સરકાર સતત ખેડૂતો માટે સહાય યોજના આપી રહી છએ ત્યારે હવે મધ્યપ્રદેશ સરકારે વિતેલા દિવસને મંગળવારે ખેડૂતો માટે ખાસ નિર્કણય લીધો હતો જાણકારી અનુસાર કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાય વધારી હતી.
ખેડૂતોને સહાય રુપે પહેલા 4000 રૂપિયા આપવામાં આવતા હતા જે હવે મધ્યપ્રદેશની સરકારે વધારીને 6000 રૂપિયા પ્રતિ વર્ષ કરી દીધી છે. આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક 6000 રૂપિયા ઉપરાંત ખેડૂતોને આપવામાં આવશે.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સાથે મંગળવારે રાજગઢ જિલ્લામાં કિસાન કલ્યાણ મહાકુંભ ને સંબોધતા સીએમ એ કહ્યું, “વડાપ્રધાન ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા કિસાન સન્માન નિધિ હેઠળ આપી રહ્યા છે. “તેથી, જ્યારે હું ચોથી ટર્મ (માર્ચ 2020) માટે મુખ્યમંત્રી બન્યો, ત્યારે મેં પણ ખેડૂતોને ચાર હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું અને કુલ રકમ વધારીને દસ હજાર રૂપિયા કરી.
તેમણે વધુમાં કહ્યું કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કારણ કે મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા લાડલી બહના યોજના હેઠ મળશે તેથી હું આજે જાહેરાત કરી રહ્યો છું,” કે ખેડૂતોને પણ દર મહિને 1 હજાર રુપિયા મળશે, એટલે કે વડાપ્રધાન પાસેથી રૂપિયા 6 હજાર અને અમારા પાસેથી રુપિયા 6 હજાર જે વાર્ષિક રૂ. 12 હજાર અને માસિક 2 હજાર રુપિયા છે. .
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા ખેડૂતોના માટે આજાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ વાર્ષિક સહાયની રકમ 4 હજારરૂપિયાથી વધારીને 6 હજાર રૂપિયા કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે તેને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સાથે સરખાવી છે, જે હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે રૂ. 6,000 કે જે ત્રણ સમાન હપ્તામાં મળવા પાત્ર બને છે.
આ સાથે જ સીએમ એ જણાવ્યું કે મહિલાઓ માટેની ‘લાડલી બેહના’ યોજનાના લાભાર્થીઓની જેમ, રાજ્યના ખેડૂતોને પણ હવે દર મહિને 1,000 રૂપિયા (મધ્યપ્રદેશ અને કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ચૂકવવામાં આવતી રકમ ઉમેરીને દર વર્ષે 12,000 રૂપિયા) મળશે.