મધ્યપ્રદેશની સરકારનો મહિલાઓ માટે મહત્વનો નિર્ણય- સરકારી નોકરીમાં આપશે મહિલાઓને 35 ટકા આરક્ષણ
ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની સરકારએ મહિલાઓ માટે એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યપ્રદેશની સરકારે સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લીધો છે.
મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે હવે 35 ટકા સરકારી નોકરીઓમાં આરક્ષણ રહેશે. શિવરાજના નિર્ણ પછી, જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક સૂચના જારી કરી છે. એટલે કે, હવે મહિલાઓને સીધી ભરતીમાં 35 ટકા આરક્ષણ મળશે.તેનો લાભ વન વિભાગ સિવાય તમામ વિભાગોમાં ઉપલબ્ધ રહેશે.
આજ સુધી મહિલાઓને સરકારી નોકરીઓમાં 33 ટકા આરક્ષણ મળી રહી હતી. 1995 માં સરકારે મહિલાઓ માટે 33 ટકા આરક્ષણ પૂરું પાડ્યું હતું.જાણકારી પ્રમાણે મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ નિયમો 1997 માં સુધારો કરવામાં આવ્યો છે.
વન વિભાગ સિવાય, તમામ વિભાગોમાં 35 ટકા આરક્ષણ સૂત્ર લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીયછે કે આ અગાઉ, શિવરાજ સરકાર લાડલી બહના યોજના હેઠળ, શિવરાજ સરકાર મહિલાઓને રૂપિયા .1500 ના ખાતામાં જમા કરાવે છે. શિવરાજસિંહ ચૌહાણે પહેલેથી જ કહ્યું છે કે આ રકમ પછીથી વધારવામાં આવશે અને તે દર મહિને 3000 રૂપિયા સુધી હોઈ શકે છે.