- એમપીની સરકાર ઓનલાઈન્સ ગેમ સામે કડક વલણ અપનાવશે
- ઓનલાઈન ગેમ્સ પર મૂકશે પ્રતિબંધ
ભોપાલઃ- દેશભરમાં દિવસેને દિવસે ઓનલાઈન ગેમ્સ રમવાનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક રાજ્યોની સરકારે આ માટે સખ્ત વલણ પણ અપનાવ્યું છે ત્યારે હવે મધ્યપ્રદેશમાં ટૂંક સમયમાં આ માટે સખ્ત પગલા લેવા જઈ રહી છે.
આ પહેલા તમને જણાવી દઈએ કે ભોપાલમાં ફ્રી ફાયર ગેમ્સ રમતા પાંચમા ધોરણના બાળકના મોત બાદ રાજ્યમાં ઓનલાઈન ગેમ્સ પર નિયંત્રણ અને પ્રતિબંધ માટે કાયદો લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી તેનો ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર એમપીની સરકાર ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે આ માટે મધ્યપ્રદેશ સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ અંગે પ્રસ્તાવ તૈયાર કરવાની માહિતી આપી હતી.
આ બાબતને લઈને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આજરોજ રવિવારે મીડિયાને જણાવ્યું કે અમે ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધના ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. હવે તે કાયદાના દાયરામાં આવશે. પૂર્વના જુગાર અધિનિયમને સંબોધવામાં આવે છે અને વરિષ્ઠ સચિવોની સમિતિને મોકલવામાં આવે છે. આ પછી તેને કેબિનેટમાં લાવવામાં આવશે. મિશ્રાએ કહ્યું કે નિયમનકારી સંસ્થા બનાવવાનો પણ વિચાર છે. મધ્યપ્રદેશમાં ઓનલાઈન ગેમ્સ પર કેવી રીતે પ્રતિબંધ મુકાશે?આ આખો પ્રસ્તાવ વરિષ્ઠ સમિતિ પાસે જઈ રહ્યો છે.આ કાયદો ટૂંક સમયમાં રાજ્યમાં લાગુ કરવામાં આવશે.