મુંબઈઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ રાની કમલાપતિ રાખવામાં આવ્યું છે. આ નિર્ણય માટે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. પહેલા મધ્યપ્રદેશ સરકારએ સ્ટેશનનું નામ ભગવાનનું રાખવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આ સ્ટેશનના નવા બિલ્ડિંગનું લોકાપર્ણ કરશે.
https://www.kooapp.com/profile/chouhanshivraj
મુખ્યમંત્રી શિવરાજે કહ્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગોંડ રાણી કમલાપતિજીના નામ પર હબીબગંજ રેલ્વે સ્ટેશનનું નામ આપવા બદલ રાજ્યના લોકો વતી તેમનો આભાર માનું છું. આ નિર્ણય ગોંડ વંશના ગૌરવશાળી ઈતિહાસ, શૌર્ય અને બહાદુરી માટે સન્માન અને સાચી શ્રદ્ધાંજલિ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના પરિવહન વિભાગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સ્ટેશનનું નામ બદલવા માટે પત્ર લખ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં રેલવે સ્ટેશનનું નામ હબીબગંજ રેલવે સ્ટેશન છે, જેને બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરવામાં આવે. આ પહેલા ભોપાલ લોકસભા સીટના બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે હબીબગંજ રેલ્વે સ્ટેશનનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાની માંગ કરી હતી.