ગર્ભવતી મહિલાઓના રસીકરણ બાબતે મધ્યપ્રદેશ મોખરે- આ મામલે યુપી અને બિહાર પાછળ
- ગર્ભવતી મિહાલઓના રસીકરણ મામલે એમપી મોખરે
- ઉત્તરપ્રદેશ અને બિહાર પછડાયું
ભોપાલઃ- દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેરની ગતિ ઘીમી પડી રહી છે, છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં વેક્સિનેશને મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે દેશભરમાં ગર્ભવતી મહિલાઓને પણ વેક્સિન અપાઈ રહી છે જેમાં મધ્યપ્રદેશ એવું રાજ્ય છે જ્યા સોથી વધુ ગર્ભવતી મહિલાઓએ કોરોના વિરોધી વેક્સિન લઈ લીધી છે.
તો બીજી તરફ કોરોનાની સ્થિતિમાં સંક્રમણથી બચવા માટે ગર્ભવતી મહિલાઓને રસીનું રક્ષણાત્મક કવચ આપવામાં મોટાભાગના રાજ્યોનું ઢીલું વલણ જોવા મળ્યું છે.જો વાત કરવામાં આવે ઉત્તર પ્રદેશની તો રાજ્યમાં 33.65 અને બિહારમાં 42 76.56 ટકા ગર્ભવતી મહિલાઓનું રસીકરણ પૂર્ણ થયું છે. જો સમગ્ર દેશની વાત કરીએ તો અત્યાર સુધીમાં 28 લાખ 22 હજાર 459 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી છે.
આ આંકડા દર્શાવે છે કે સગર્ભા સ્ત્રીઓને રસીકરણ કરવામાં મધ્યપ્રદેશ સૌથી આગળ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં, 89.22 ટકા મહિલાઓને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે, પરંતુ બીજી તરફ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મોટી વસ્તી ધરાવતા રાજ્યો ગર્ભવતી મહિલાોના રસીકરમ બાબતે પાછળ જોવા મળ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ મધ્ય પ્રદેશમાં નોંધાયેલ કુલ 3 લાખ 61 હજાર 613 સગર્ભા સ્ત્રીઓમાંથી 3 લાખ 22 હજાર 640ને રસી આપવામાં આવી છે.