ભોપાલઃ મધ્યપ્રદેશના જબલપુરમાં હવે લોકો દ્વારા જાહેર માર્ગો ઉપર પાળેલા શ્વાનને પોટી કરાવવી મોંઘી પડશે. જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જેએમસીએ નવો આદેશ જાહેર કર્યો છે, જે અનુસાર સાર્વજનિક જગ્યા ઉપર પાળેલા જાનવરોની પોટીને સાફ કરવી જરૂરી છે જો એમ નહીં કરનારા જાનવરના માલિકને રૂ. 1000નો દંડ ચુકવવો પડશે.
જેએમસી કમિશનર સંદીપ જીઆઈએ શહેરના સાફ રાખવાની સાથે સ્વચ્છ સર્વેક્ષણ 2021માં જબલપુરને યોગ્ય સ્થાન અપાવવાના ઈરાદા સાથે મહત્વના નિર્ણય કર્યાં છે. વર્ષ 2020ના સ્વચ્છ સર્વેક્ષણમાં આ શહેરને 17નો નંબર મળ્યો હતો. કમિશનરે જણાવ્યું હતું કે, હવે લોકો પોતાના પાળેલા શ્વાસ અને અન્ય કોઈ જાનવરને પોટી કરાવવા બહાર નહીં લઈ શકે, જો કોઈ આમ કરતા પકડાશે તો રૂ. 1000નો દંડ ભરવો પડશે. આ આદેશ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1956 હેઠળ કરાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને જાનવારો સાથે પ્રેમ છે પરંતુ તેઓ તેની જવાબદારી ઉઠાવવા નથી માંગતા, તેઓ ઘરને સાફ રાખવા માટે પોતાના પાળેલા જાનવરોને જાહેર માર્ગો ઉપર પોટી કરાવવા લઈ જાય છે. હવે જાનવર બહાર લઈ જતા લોકોએ પોતાની સાથે બેગ તથા અન્ય એવા સાધન રાખવા પડશે જેથી એજ સમયે પાળેલા જાનવરે કરેલી પોટી સાફ કરી શકે.
અત્રે ઉલ્લેખની છે કે, ભોપાલ અને ઈન્દોર બાદ જબલપુર આવો પ્રતિબંધ લગાવનારુ ત્રીજુ શહેર છે. છેલ્લા પાંચ વર્ષથી મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર ભારતનું સૌથી સાફ શહેર છે.
(Photo-File)