- મધ્યપ્રદેશમાં રેલવે સ્ટેશન તૂટી પડ્યુ
- કોઈ જાનહાની નહી
- સ્ટેશનનું બિલ્ડિંગ જોખમી હાલતમાં જ હોવાની સંભાવના
ભોપાલ: ભારતમાં રોજ હજારો ટ્રેન એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હશે. કેટલાક મોટા સ્ટેશન હશે જ્યાંથી રોજની અઢળક ટ્રેન પસાર થતી હશે, પણ મધ્યપ્રદેશમાં એક એવી ઘટના બની છે કે જેને જાણીને સૌ કોઈ ચોંકી જશે. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં બુધવારે એવી ઘટના બની કે એક હાઈસ્પીડ ટ્રેન સ્ટેશનની નજીકથી નીકળી તો સ્ટેશન પડી ગયુ.
હાઈસ્પીડ ટ્રેન નીકળે ત્યારે જમીનમાં થોડી ધ્રુજારી થાય અને તેના કારણે આ બિલ્ડિંગ પડી ગયુ હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
જો કે સારી વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે આ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ હાજર હતુ નહી અને તેના કારણે કોઈ જાનહાની પણ થઈ નથી. આ ઘટના બાદ તો રેલવેના કર્મચારી પણ સ્તબ્ધ છે.
આ ઘટના નપાનગરથી અસીગઢની વચ્ચે બની હતી. અહીંથી પુષ્પક એક્સપ્રેસ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ હતી. સાંજનાં 4 વાગ્યે ટ્રેન જંગલમાં આવેલા ચાંદની રેલ્વે સ્ટેશન બિલ્ડિંગને પાર કરતી વખતે, આખું સ્ટેશન ટ્રેનની ગતિએ ધ્રૂજ્યું અને મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયું.
જ્યારે ટ્રેન પસાર થઈ ત્યારે તેની ગતિના કારણે આખા સ્ટેશન પર વાઇબ્રેશન થવા લાગી. કંપન એટલો જોરદાર હતો કે સ્ટેશન અધીક્ષકના રૂમની બારીના કાચ પણ તૂટી ગયા. બોર્ડ તૂટી પડ્યા અને નીચે પડી ગયા. પ્લેટફોર્મ પર કાટમાળ પથરાય ગયો હતો. સ્થળ પર પોસ્ટ કરાયેલા એએસએમ પ્રદીપકુમાર પવાર ટ્રેનને ફ્લેગ આપવા માટે બહાર આવ્યા હતા. મકાન પડતાં જોઈને. તેમણે ભુસાવલથી એડીઆરએમ મનોજ સિંહા, ખાંડવા એડીએન અજયસિંહ, સિનિયર ડી.એન.રાજેશ ચિકલેને આ અંગેની માહિતી આપી હતી.