Site icon Revoi.in

રસીકરણના ઝુંબેશમાં ટોચ પર રહ્યું મધ્યપ્રદેશ  – એક જ દિવસમાં 15 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી

Social Share

 

ભોપાલઃ- કોરોના મહામારી સામે હથિયાર સાબિત થઈ રહેલી વેક્સિનની પ્રક્રિયા ઝડપી બનતી જોવા મળે રહી છે, સમગ્ર દેશભરમાં સોમવારના દિવસથી રસીકરણના ત્રીજા તબક્કાનો આરંભ થયો હતો જેના પ્રથમ દિવસે જ રેક્રોડ બ્રેક વેક્સિનેશન થયેલું જોવા મળ્યું છે, આ મામલે દેશના વડાપ્રધાન મોદીએ પણ વખાણ કર્યા છે.ત્યારે આખા દેશમાં મધ્યપ્રદેશનો રસીકરણ મામલે પ્રથમ નંબર આવે છે કે, જ્યા એક જ દિવસમાં 15 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં વિતેલા દિવસે કુલ 80 લાખ 95 હજાર 314 રસી આપવામાં આવી છે, જેમાંથી મધ્યપ્રદેશ મોખરે રહ્યું છે,આ મામલે સીએમ શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં એક જ દિવસમાં 10 લાખ રસી આપવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, પરંતુ આરોગ્ય કર્મચારીઓએ લક્ષ્ય કરતાં વધુ બે ગણી  રસી આપી હતી. રાજ્યમાં કુલ 15 લાખ 42 હજાર 632 લોકો કોરોના સામે રસી આપવામાં આવી હતી.

હવે કોરોના સામેની લડતમાં દેશના તમામ રાજ્યોમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપી કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશને સંબોધન કરતાં કેન્દ્ર સરકાર વતી 21 જુનથી તમામ પુખ્ત વયના લોકોને નિ: શુલ્ક કોરોના રસી આપવાની જાહેરાત કરી હતી.