મધ્યપ્રદેશનો પન્ના જીલ્લો હવે ‘ડાયમંડ સિટી’ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચમકશે, મળી શકે છે ટૂંકસમયમાં GI ટેગ
- એમપીના પન્ના જીલ્લાના ડાયમન્ડને મળશે જીઆઈ ટેગ
- ડાયમંડ સિટી તરીકે પામશે ઓળખ
ભોપાલઃ- ભારત દેશની અનેક વિશેષતાઓ છે આ સાથે જ અહીના અનેર રાજ્યોમાં કેટલાક જીલ્લાઓ સ્થળો કે ગામ એવા છે કે ત્યાંની કંઈક ખાસ ઓળખથી તે વિશ્વભરમાં ઓળખાય છે આજ રીતે મધ્યપ્રદેશના પન્ના જીલ્લો પણ ડાયમંડ સિટી તરીકે જાણીતો છે કારક કે અહીના ડાયમંડ વખાણાય છે ત્યારે હવે ટૂંક સમયમાં વિશઅવ ભરમાં આ જીલ્લો ડાયમંડ સિટી તરીકે ખ્યાતિ પામશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ડાયમંડ સિટી તરીકે વિશ્વ પ્રસિદ્ધ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના ડાયમંડને જીઆઈ ટેગ મળવા જઈ રહ્યો છે. તેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે જીઆઈ ટેગ મળવાથી પન્ના હીરાની ખાસ ઓળખ પ્રસ્થાપિત થશે.
આ બાબતને લઈને જીલ્લા કલેક્ટર સંજય કુમાર મિશ્રાએ ચેન્નાઈમાં જીઆઈ રજિસ્ટ્રીની અરજી કરી દીધી હતી. હવે જીઆઈ ટેગ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ શકે છે.કારણ કે આ બબાતની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે GI ટેગ મળવાની પુષ્ટિ થતાં હવે પન્ના હીરાની ચમક આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચમકશે, તેની સાથે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને તેનો લાભ મળી શકશે.આ સાથે જ અહીના ડાયમંડ ઉદ્યોગ ને મોટા પ્રમાણ માં વેગ મળશે.
ઉલ્લેખનીય છે કે ભારતની ઘણી એવી વસ્તુઓ છે કે જેને અગાઉ જીઆઈ ટેગ ણળી ચૂક્યા છે. જીઆઈ ટેગના ઘણા ફાયદા છે. તે વિશ્વસનીયતા અને ગુણવત્તાના સંકેત તરીકે આ ટેગ કાર્ય કરે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનની માંગ વધે છે. આ સાથે જ રોજગારની તકો અને આવકમાં પણ વધારો થાય છે.