માળિયા હાટીનાના બસ ડ્રાઈવરના પુત્રની સિદ્ધી – રમત ગમત ક્ષેત્રમાં નેપાળમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું
- માળીયા હાટિનાના યુવકની સિદ્ધી
- નેપાળમાં લાંબી કુંદમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
દિલ્હી – દેશના કેટલાક યૂવાઓ પોતાની જાતમહેનતે અનેક ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે, રમત ગમત ક્ષેત્ર હોય કે અન્ય યૂવાઓ દેશનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે રમત ગમત બાબતે માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામના એક યૂવકે દેશનું અને પોતાના ગામ તથા પરિવારનું નામ રોશન કર્યું છે.
આ ગામમાં બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ વાઢેરનો પુત્ર સચિન વાઢેર કે જે ઘોરણ 12 માં અભ્યાસ કરે છે, તેણે આંતર રાષ્ટ્રીય સ્તરે નેપાળના પોખરામાં રમત-ગમત ક્ષેત્રે લાંબી કુદમાં સિદ્ધી પ્રાપ્ત કરી છે અને આ રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
તાજેતરમાં નેપાળમાં લાંબી કુદ માટેની સ્પર્ધા યોજાયેલ હતી જેમાં 6/15 મીટર પાર કરી પરિવારનું આ પુત્રએ નામ રોશન કર્યું હતું, આ રમતમાં ભાગ લેવા માટે નેપાળ રવાના થવાનો ખર્ચ અદાજે 30 હજદાર રુપિયા વડોદરાના એક ઉદ્યોગપતિએ આપ્યા હતા, પરિવારે આ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
જ્યાપરે સચીન નેપાળથી આ સિદ્ધી પ્રાપ્ત કરીને પોતાના માદરે વતન પરત ફર્યો ત્.યારે ગામજનો દ્રાદા તેનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને તેનો સમ્માન સમારોહ પણ યોજાયો હતો