ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ત્યારે આશ્ચર્ય વ્યક્ત કર્યું જ્યારે તેમની પાસે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની એક અરજી આવી હતી. હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે કોઈ મુખ્યમંત્રી પોતાના જ રાજ્ય પર કેસ કેવી રીતે કરી શકે છે? આ સંપૂર્ણ મામલો 2014માં સ્ટાલિન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સાથે જોડાયેલો છે. આ ત્યારની વાત છે કે જ્યારે જયલલિતાની પાસે રાજ્યની કમાન હતી અને સ્ટાલિન ડીએમકેના ખજાનચી હતા.
મંગળવારે આ રસપ્રદ સવાલ ત્યારે ઉઠયો જ્યારે મુખ્ય ન્યાયાધીશ એસ. વી. ગંગાપુરવાલા અને જસ્ટિસ ભરત ચક્રવર્તીની ખંડપીઠ સામે તમિલનાડુના પ્રવર્તમાન મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન દ્વારા 2014માં દાખલ એક અરજી આવી. આ ત્યારની વાત છે કે જ્યારે તેઓ ડીએમકેના ખજાનચી હતા.
લાઈવ લૉ ડૉટ ઈન વેબસાઈટ પ્રમાણે, આ મામલો જૂન-2014માં ચેન્નઈના પોરુર નજીક મૌલીવક્કમમાં નિર્માણાધીન 11 માળની ઈમારતના પડવા સંદર્ભે છે. આ દુર્ઘટનામાં 61 લોકોના મોત અને 27 ઘાયલ થયા હતા. તત્કાલિન મુખ્યમંત્રી જે. જયલલિતાએ ઈમારત પડવાની પરિસ્થિતિઓની તપાસ માટે મદ્રાસ હાઈકોર્ટે એક રિટાયર ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ દળની રચના કરી હતી.
જો કે સ્ટાલિને એસઆઈટી દ્વારા કરવામાં આવેલી તપાસમાં વિશ્વાસની કમી વ્યક્ત કરી અને મામલાને સીબીઆઈ તપાસ કરાવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ મામલો આખરે માર્ચ-2017માં કોર્ટમાં યાદીબદ્ધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ સ્ટાલિને મે-2021માં તમિલનાડુના સીએમનો પદભાર સંભાળ્યો હતો.
જ્યારે આજ મામલો ઉઠાવાયો, તો અદાલતને સૂચિત કરવામાં આવી છે કે રેકોર્ડ પર રહેલા વકીલ મામલાને આગળ વધારી શકે નહીં. કોર્ટે જો કે પુછયું કે મુખ્યમંત્રી રાજ્યની વિરુદ્ધ આ અરજીને કેવી રીતે આગળ વધારી શકે છે? આના પર વકીલ રિચર્ડસને કહ્યુ કે મામલો 2014માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને યાદીબદ્ધ કરવામાં આવ્યો છે.
તેમણે કોર્ટને એ પણ સૂચિત કર્યું કે મામલાનને પાછો લેવો પડશે, કારણ કે અરજી હાલ નામંજૂર થઈ ગઈ છે. જો કે તેમણે કહ્યુ કે તે ઔપચારીકપણે આના સંદર્ભે કોઈપણ દલીલ ફેરફાર સાથે દાખલ નવી અરજી બાદ જ આપી શકાય છે. તેમણે આના માટે સમય માંગ્યો. કોર્ટે તેમના અનુરોધને સ્વીકારી લીધો ને મામલાને એક સપ્તાહ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે.