મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી આયોગને લગાવી ફટકાર – કોરોનાની બીજી તરંગ માટે જવાદાબદાર ગણાવ્યું
- મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી આયોગની ઝાટકણી કાઢી
- બીજી તરંગ માટે આયોગને જવાબદાર ગણાવ્યું
- કહ્યું ,રેલી યોજાતી હતી ત્યારે તને બીદા ગ્રહમાં હતા?
દિલ્હીઃ- હાલ પુરો દેશ કોરોના વાયરસ મહામારી સામે લડત લડી રહ્યો છે. અનેક લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે તો કેટલાક દર્દીઓ હાલ પણ ઓક્સિજન અને વેન્ટિલેટર પર જોવા મળી રહ્યા છે, કોરોનાની બીજી તરંગ માટે અનેક લોકો ચૂંટણીને જવાબદાર ગણાવતા હતા ત્યારે વિધાનસભાની ચૂંટણી યોજવાને લઈને ચૂંટણી આયોગ પર અનેક સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે.
આ સમગ્ર પરિસ્થિ વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે કોરોના મહામારી દરમિયાન પ્રચાર પ્રસાર રેલીઓને પરવાનગી આપવા માટે આજરોજ સોમવારે ચૂંટણી આયોગની આલોચના કરી હતી. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ચૂંટણી પંચના વકીલ સલાહ આપી કે, “તમારી સંસ્થા કોરોનાની બીજી લહેર માટે જવાબદાર છે”. કોર્ટે કહ્યું કે જો મતગણતરીનું “બ્લુપ્રિન્ટ” જાળવવામાં નહીં આવે તો કોર્ટ મતની ગણતરી પર પ્રતિબંધ લગાવી દેશે.
કોરોનાના કેસ વધતાં વચ્ચે ચૂંટણી પ્રચારની મંજૂરીની ટીકા કરતાં મદ્રાસ હાઇ કોર્ટે જણાવ્યું હતું કે “તમારી સંસ્થા એકલી જ કોવિડની બીજી લહેર માટે જવાબદાર છે અને તમારા અધિકારીઓ સામે સંભવિત હત્યાના આરોપમાં કેસ દાખલ થઈ શકે છે.”
આ મામલે હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે, “કોર્ટના આદેશો હોવા છતાં, ચૂંટણી પંચ ચૂંટણી પ્રચાર દરમિયાન સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ જેવા કોવિડ સલામતી નિયમો લાગુ કરવામાં નિષ્ફળ રહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જીએ સવાલ કર્યો કે, “જ્યારે ચૂંટણી રેલીઓ યોજવામાં આવી હતી, ત્યારે તમે શું બીજા ગ્રહ પર હતા?”
હાઈકોર્ટે કોવિડ નિયમોને મતગણતરીના દિવસે એટલે કે 2જી મે, શુક્રવાર સુધી અમલમાં મૂકવાની યોજના વિશે પણ જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે જો માહિતી આપવામાં નહીં આવે તો મત ગણતરી અટકાવી શકાય છે.
સાહિન-