દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અલીગઢના પ્રવાસ દરમિયાન રાજા મહેન્દ્ર પ્રતાપ વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ કોરિડોરનું શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અલીગઢમાં પીએમ મોદીએ જનસભાને પણ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ અલીગઢમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને પણ યાદ કર્યાં હતા. તેમણે સહ્યું હતું કે, આજે હુ કલ્યાણજીની ગેરહાજરી અનુભવી રહ્યો છું, આજે તેઓ આપણી સાથે હોત તો રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ સેક્ટરમાં બની રહેલી અલીગઢની નવી ઓળખને જોઈને ખુશ થતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજા મહેન્દ્ર પ્રતાપસિંહજીના જીવનમાં આપણને અદમ્ય ઈચ્છાશક્તિ પોતાના સ્વપ્નોને પુરા કરવા માટે કંઈ પણ કરવાની જીવટતા આજે પણ આપણને શીખવા મળે છે. આઝાદી આંદોલનમાં આવા અનેક મહાન વ્યક્તિત્વોને પોતાનું સર્વસ્વ લુંટાવ્યું છે પરંતુ આઝાદી બાદ આવા રાષ્ટ્ર નાયક અને રાષ્ટ્ર નાયિકાઓની તપસ્યાથી આગામી પેઢીને પરિચીત જ ન કરાવાયાં. તેમની વાતો સાંભળવાથી કેટલીક પેઢીઓ અજાણ રહી ગઈ છે. 20મી સદીની ભૂલોને આજે 21મી સદીના ભારતમાં સુધારવામાં આવી રહી છે.
સીએમ યોગીના વકાણ કરતા તેમણે કહ્યું કે, યુપીના લોકો ભૂલી નહીં શકે કે પહેલા અહીં કેવા પ્રકારના ગોટાળા થતા હતા. કેવી રીતે કામકાજને ભ્રષ્ટાચારીઓને હલાવે કરી દેવાયું હતું. આજે યોગી સરકાર પુરી ઈમાનદારીથી વિકાસના કામો કરી રહી છે. એક સમય હતો જ્યારે અહીં શાસન-પ્રશાસન, ગુંડાઓ અને માફિયાઓની મનમાની ચાલતી હતી પરંતુ હવે વસુલી કરનારા માફિયારાજ ચલાવાનારા જેલના સળિયા પાછળ છે. મને ખુશી છે કે, આજે ઉત્તરપ્રદેશ દેશના મોટા અભિયાનોનું નૈતૃત્વ કરી રહ્યું છે.