નડિયાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. વહેલી સવારે 05:15 વાગ્યે મંગળા આરતીમાં આશરે 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી ભક્તો ઉપર કેસુડાના પાનનો છંટકાવ કરાયો હતો. સપ્ત રંગોથી રાજા રણછોડને ભક્તો ભીંજવ્યા હતા.
ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. સમગ્ર મંદિર પરિસરમાં “ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે” ના ગગન ભેદી નારા ગુંજી ઉઠ્યા હતા. મહાસુદ પૂર્ણિમા પર ઠાકોરજી એ ચતુર્ભુજ સ્વરૂપમાં શંખચક્ર, પદ્મ ગદા, રત્ન જડિત મુગટ ધારણ કર્યો હતો.લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મંગળા આરતીનો 50 હજારથી વધુ ભક્તોએ લહાવો લીધો હતો. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી કેસુડાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સપ્ત રંગોનો ભગવાન પર છંટકાવ કરી ઉજવણી કરવામાં આવી હતી. ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના નાદથી યાત્રાધામ ડાકોર ગુંજી ઉઠ્યું હતુ. મહાસુદ પૂર્ણિમા પર ઠાકોરજીએ ચતુર્ભુજ સ્વરૂપમાં શંખચક્ર, પદ્મ ગદા, રત્ન જડિત મુગટ ધારણ કર્યો હતો. મહાસુદપૂર્ણિમાએ લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માઘ નક્ષત્રના નામ પરથી માઘ પૂર્ણિમાની ઉત્પત્તિ થઈ છે. એવું માનવામાં આવે છે કે માઘ મહિનામાં દેવતાઓ પૃથ્વી પર આવે છે અને માનવ સ્વરૂપ ધારણ કરે છે. શાસ્ત્રો અનુસાર જો માઘ પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર હોય તો આ તિથિનું મહત્વ વધુ વધી જાય છે. ગુજરાતમાં દ્વારકા, ડાકોર, શામળાજી, સહિત મંદિરોમાં પણ દર્શનાથીઓ ઉમટી પડ્યા હતા. (file photo)