Site icon Revoi.in

જુનાગઢના કેશોદ, માળિયા, અને માંગરોળમાં 3.5 તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના સોરઠ પંથકમાં સોમવારે સાંજના સમયે હળવા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, માળિયા હાટિના, માંગરોળ અને કેશોદમાં સમીસાંજે 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ લોજિકલ રિસર્ચ સેન્ટર દ્વારા પણ હળવા ભૂકંપના આંચકોની પુષ્ટી કરવામાં આવી હતી.

સોરઠ પંથકમાં માળીયાહાટી,અને કેશોદ તાલુકાના  અનેક ગામોમાં સોમવારે સમી સાંજના 6.24 કલાકે  ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભૂકંપના આંચકાની તીવ્રતા 3.5 રિકટરસ્કેલ પર નોંધાઈ હતી.  ભૂકંપને કારણે કોઈ જાનહાની થઈ નથી.  જોકે ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત થયા હતા આ અંગે સ્થાનિક તંત્રના કહેવા મુજબ ભૂકંપ માપવાના કોઈ સાધનો નથી, પણ  કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે તે પણ જાણવા ગાંધીનગરની સિસ્મોલોજી કચેરીનો સંપર્ક કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના કેશોદ, માળિયા , માંગરોળ, તેમજ માણાવદર પંથકમાં પણ સોમવારે સાંજના  6.24 વાગ્યે ભૂકંપનો 3.5 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક જ ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત થયા હતા. અને પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. આ અંગે મામલતદાર એસ.આર મહેતાએ જણાવ્યું હતું કે, ભૂકંપ માપવાના કોઈ સાધનો નથી પરંતુ અમે પણ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે અને હાલ કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે તે પણ જાણવા તંત્ર કામગીરી કરી રહ્યું છે.

જુનાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજના 6:30 વાગ્યે માળીયા તેમજ આસપાસ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઇ ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મો લોજિકલ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને જ્યાંથી માંગરોળથી 27 કિલોમીટર દૂર 3.5 તીવ્રતાનો આંચકો આવેલાનું જણાવ્યું હતું. ભૂકંપને લઈ પંથકમાં કોઈપણ નુકસાની થઈ નથી.